શૈલેન્દ્રસિંહ નેગી, દેહરાદૂનઃ કીડા-જડીના વ્યવસાય સાથે જોડાયેલા 10 હજારથી વધુ લોકો પર સંકટના વાદળો ઘેરાયેલા છે. કારણ કે કીડા-જડીને રેડ લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ યૂનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (International Union for Conservation of Nature) એટલે કે આઈયૂસીએને કીડા-જડી (caterpillar fungus) એટલે કે યારશાગંબૂ એટલે કે હિમાલયન વિયાગ્રા (Himalayan Viagra)ને પોતાની રેડ લિસ્ટમાં સામેલ કરી છે. આમ તો આઈયૂસીએને સૌથી પહેલા વર્ષ 2014માં કીડા-જડી પર ખતરો ગણાવ્યો હતો. પરંતુ 9 જુલાઈ 2020ને જાહેર યાદીમાં કીડા-જડીનું નામ પણ સામેલ છે.
સરકાર પ્રતિબંધ મૂકી શકે છે
ઇન્ટરનેશનલ યૂનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરે કીડા-જડીમાં વિલુપ્ત થતી પ્રજાતિઓમાં સામેલ કરી છે. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે અગાઉના ચાર વર્ષમાં તેનો ઉછેર પચાસ ટકા સુધી ઘટી ગયો છે. જેનાથી સ્પષ્ટ છે કે તેનો ઉછેર પર સંકટ છે.
વધુ ઉપયોગ બન્યો ખતરનાક
ઇન્ટરનેશનલ યૂનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરે પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ કહ્યું છે કે આ જડીને જરૂરિયાતથી વધુ કાઢવામાં આવી રહી છે. જેના કારણે તેનો ગ્રોથ પ્રભાવિત થઈ રહ્યો છે. અને તેનો વધુ પડતો વપરાશ તેને વિલુપ્ત થવાના આરે છે.
કીડા-જડી ઉછેરનું કામ ઉત્તરખંડના પિથૌરાગઢ, ચમોલી અને બાગેશ્વરના ઉચ્ચ હિમાલયી ક્ષેત્રોમાં થાય છે. જેનાથી દસ હજારથી વધુ લોકો જોડાયેલા છે. આ જડી દવાઓમાં ઉપયોગમાં લેવાય છે. માનવામાં આવી રહ્યું છે કે ચીન તેનો ઉપયોગ સ્પોર્ટ્સ મેડિસિન માટે કરે છે.
કીડા-જડીને એક્સપોર્ટ ભારતથી ચીનને થાય છે. કારણ કે તીન આ કીડા-જડીનો ઉપયોગની પદ્ધતિ જાણે છે. ચીની મેડિસિનના ઈતિહાસમાં તેનો ઉપયોગની રીતનો ઉલ્લેખ છે. ચીન, ભારતને પ્રતિ કિલો કીડા-જડીના 15થી 20 લાખ રૂપિયા આપે છે.
લાઇસન્સ ઇસ્યૂ થાય છે : કીડા-જડીનું લાઇસન્સ વન વિભાગના ડીએફઓની મંજૂરીથી મળે છે. જેને પણ તેનાથી જોડાયેલું કામ કરવું હોય તેણે વન વિભાગની મંજૂરીની જરૂર પડે છે.
Published by:user_1
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર