Home /News /gujarat /Corona Virus: નવી આફત! ઝડપથી ફેલાઇ રહ્યો છે Omicronનો નવો સ્ટ્રેન BA.2, જાણો કેટલો જોખમી
Corona Virus: નવી આફત! ઝડપથી ફેલાઇ રહ્યો છે Omicronનો નવો સ્ટ્રેન BA.2, જાણો કેટલો જોખમી
રાજ્યમાં કોરોનાના હવે ફક્ત 1647 એક્ટિવ કેસ બચ્યા છે. આ પૈકીના 16 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે કે 1631 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોના વાયરસથી સાજા થયેલા કુલ 1210211 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કોરોનાના કારણે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 10932 થઈ છે.
Corona Case Update: ઈઝરાયેલના રિપોર્ટ અનુસાર, BA.2 સ્ટ્રેઈન અત્યાર સુધીમાં ઘણા દેશોમાં પહોંચી ચૂકી છે. ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, ભારત અને સિંગાપોરમાં તેના વેરિઅન્ટ્સ પહેલાથી જ મળી ચુક્યા છે.
એક તરફ વિશ્વના દેશો કોરોનાના નવા વેરીએન્ટ ઓમિક્રોન (Omicron)ના સકંજામાં ફસાઇ ચૂક્યા છે. ઓમિક્રોનના વધી રહેલા સંક્રમણના કારણે વિશ્વભરમાં કેસોની સંખ્યા (Covid-19 Case) પણ બુલેટ ગતિએ વધી રહી છે. આ દરમિયાન ઓમિક્રોનના ત્રણ સબ-લીનિએજ (Sub-lineage) એટલે કે સ્ટ્રેન (Strain) મળ્યા છે, જેમાં BA.1, BA.2 અને BA.3 સામેલ છે. ઓમિક્રોનના કહેર સામે ઝઝૂમી રહેલા યુકે (United Kingdom) હવે BA.2 સ્ટ્રેનના કેસો ઝડપથી વધી રહ્યા હોવાનું કહેવાઇ રહ્યું છે.
બ્રિટેન (New Omicron Variant in Britain)માં અત્યાર સુધી BA.1નો કહેર વરસી રહ્યો હતો. ત્યારે BA.2 પણ ખૂબ ઝડપથી ફેલાતો સ્ટ્રેન છે. ડેઇલી એક્સપ્રેસ અનુસાર, તાજેતરમાં યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UK Health Security Agency UKHSA)એ યુકેમાં ઓમિક્રોનના 53 સિક્વન્સની ઓળખ કરી છે. UKHSA અનુસાર, યુકેમાં Omicron ના BA.2 સ્ટ્રેઈનના 53 કેસ નોંધાયા છે.
કેટલા ગંભીર છે BA.2ના લક્ષણો?
હેલ્થ સિક્યુરિટી એજન્સીએ કહ્યું છે કે, સૌથી ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિઅન્ટના લક્ષણોની ગંભીરતા ઓછી છે. UKHSAએ કહ્યું, "અમને આશા છે કે પુખ્ત વયના લોકોમાં ઓમિક્રોનની ગંભીરતા ઓછી છે. જોકે, UKHSA ચેતવણી આપી છે કે BA.2 સ્ટ્રેઇનમાં 53 સિક્વન્સ છે જે અત્યંત ચેપી છે. તેમાં કોઈ ચોક્કસ મ્યુટેશન નથી. જેના કારણે તેને ડેલ્ટા વેરિઅન્ટથી સરળતાથી ઓળખી શકાય છે. થોડા દિવસો પહેલા ઈઝરાયેલમાં ઓમિક્રોનનો આ સ્ટ્રેન જોવા મળ્યો હતો. ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અનુસાર, દેશમાં આવા 20 કેસો સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, હજુ સુધી એ સાબિત થયું નથી કે BA.2 સ્ટ્રેન ઓમિક્રોન કરતાં વધુ ખતરનાક છે કે નહીં. જો કે, બ્રિટનમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ટ્રેન વધુ ચેપી અને વધુ ઘાતક પણ છે.
આ દેશોમાં પહોંચી ગયો છે BA.2 સ્ટ્રેન
ઈઝરાયેલના રિપોર્ટ અનુસાર, BA.2 સ્ટ્રેઈન અત્યાર સુધીમાં ઘણા દેશોમાં પહોંચી ચૂકી છે. ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, ભારત અને સિંગાપોરમાં તેના વેરિઅન્ટ્સ પહેલાથી જ મળી ચુક્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, ઓમિક્રોન વેરિઅન્ટના ત્રણ સ્ટ્રેઈન અથવા સબલાઈન છે - BA.1, BA.2 અને BA.3. ડબ્લ્યુએચઓ અનુસાર, BA.1 અને BA.3ના સ્પાઇક પ્રોટીનમાં 69 થી 70 ડિલેશન છે જ્યારે BA.2માં નથી. ભારતમાં કોરોના વાયરસના જીનોમિક સિક્વન્સનો અભ્યાસ કરવા માટે ઇન્ડિયન સાર્સ-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (Indian SARS-CoV-2 Genomics Consortium - INSACOG) ઇન્સાકોગ છે. દેશભરમાં તેની 38 લેબોરેટરી છે. ઇન્સાકોગના જણાવ્યા અનુસાર, ઓમિક્રોન વેરિયન્ટ Omicron (B.11.529)નો ભાઈ BA.1 દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને મહારાષ્ટ્રમાં તેણે ડેલ્ટાની જગ્યા લીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર