Home /News /gujarat /રાત્રે પાર્કિંગ લાઈટ બંધ રાખીને ઉભેલા વાહન સાથે અકસ્માત થાય તો અન્ય વાહનચાલકને જવાબદાર ઠેરવી શકાય નહીં: બોમ્બે હાઈકોર્ટ

રાત્રે પાર્કિંગ લાઈટ બંધ રાખીને ઉભેલા વાહન સાથે અકસ્માત થાય તો અન્ય વાહનચાલકને જવાબદાર ઠેરવી શકાય નહીં: બોમ્બે હાઈકોર્ટ

હાઇકોર્ટની મહત્વની ટિપ્પણી

Highcourt Verdict: એક કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે રોડ પર સાઈડમાં પાર્કિંગ લાઈટ ચાલુ કર્યા વગર ઉભેલા વાહન સાથે દુર્ઘટના થતા અકસ્માતની જવાબદારી અન્યને માથે નાંખી શકાય નહીં.

  રસ્તા પર પાર્કિંગ લાઈટ અને અકસ્માત અંગે કોણ કેટલું જવાબદાર છે તે અંગે હાઈકોર્ટે ગઈકાલે આ મહત્વનો ચુકાદો આપવામાં આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે રોડ પર સાઈડમાં પાર્કિંગ લાઈટ ચાલુ કર્યા વગર ઉભેલા વાહન સાથે દુર્ઘટના થતા અકસ્માતની જવાબદારી અન્યને માથે નાંખી શકાય નહીં.

  બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે કહ્યું કે જો ટેમ્પો/વાહનની પાર્કિંગ લાઇટ બંધ હોય તો મોટર વ્હિકલ એક્ટ હેઠળ ઊભેલા/સ્ટોપેલા ટેમ્પોને ટક્કર મારવા માટે મોટરસાઇકલ ચાલકને આંશિક રીતે જવાબદાર ગણી શકાય નહીં. કોર્ટે ટ્રિબ્યુનલ દ્વારા ચૂકવવામાં આવેલા રૂ. 13 લાખના વળતરને વધારવાનો આદેશ કર્યો છે. બોમ્બે હાઈકોર્ટે બાઇક ચાલકના સગાઓ દ્વારા કરવામાં અરજી તારીખથી તેની પ્રાપ્તિ સુધીના સમયગાળા માટે છ ટકા વ્યાજ સાથે રૂ. 39,51,256ના વળતર માટે હકદાર હોવાનો હુકમ કર્યો છે.

  બાઇક સવારના સંબંધીઓ-પત્ની અને બે સગીર પુત્રોએ મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ, લાતુરના સભ્ય દ્વારા વળતરની રકમ વધારવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. વર્ષ 2009માં રાત્રે 10:00 વાગ્યે મૃતક મોહનરાવ નરહરરાવ સાલુંકે લાતુર હાઇવે પર ઉભેલા ટેમ્પો સાથે અથડાયા હતા અને સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા.

  46 વર્ષીય બાઇક ચાલકના સંબંધીઓને વળતરની રકમમાં વધારો કરવાના કેસમાં બોમ્બે હાઈકોર્ટ બેચે કહ્યું કે, “હું ટ્રિબ્યુનલના અવલોકનોને ફગાવું છું કે આ અકસ્માતમાં મૃતકની પણ બેદકારીને કારણે 50 ટકા ફાળો ગણી શકાય અને હું માનું છું કે અકસ્માત માટે ટેમ્પોનો ડ્રાઇવર એકમાત્ર જવાબદાર છે."

  જસ્ટિસ એસ.જી. ડિગેએ વધુમાં જણાવ્યું કે, "જ્યારે થોભેલા વાહન દ્વારા લેવાતી સાવચેતી અંગેના ચોક્કસ નિયમો હોય અને જો આવી સાવધાની સાઈડમાં ઉભેલા વાહનના ડ્રાઇવર/માલિક દ્વારા લેવામાં ન આવે તો અકસ્માતની જવાબદારી મોટરસાઇકલ ચાલકને ટ્રાન્સફર કરી શકાય જ નહીં.”

  પ્રતિવાદીએ દલીલ કરી હતી કે મૃતક મોટરસાઇકલને પૂરપાટ ઝડપે ચલાવતો હતો. મોટરસાઇકલમાં હેડલાઇટ પણ હતી. મૃતકે તે હેડલાઈટમાં ઉભેલો ટેમ્પો જોયો હોવો જોઈએ, પરંતુ મોટરસાઈકલની સ્પીડ વધુ હોવાને કારણે મૃતક આ ટેમ્પો સાથે અથડાઈ ગયો હતો.

  આ પણ વાંચો: અવિવાહીત દીકરીને ઉચ્ચ શિક્ષણ અપાવવું તે પિતાની નૈતિક જવાબદારી: હાઈકોર્ટે આપ્યો આદેશ

  કોર્ટમાં અરજદારના વકીલે દલીલ કરી હતી કે ટ્રિબ્યુનલે ખોટી રીતે બાઇક સવારને 50 ટકા ફાળો આપનાર બેદરકારી માટે દોષિત ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે ટેમ્પો રસ્તાની વચ્ચે ઉભો હતો, અંધારું હતું અને ટેમ્પોની ટેલ લાઇટ કામ કરતી ન હતી તેથી અન્ય વાહનોને આગળ કોઈ સમસ્યા હોવાનો કોઈ સંકેત મળ્યો ન હતો. આ સિવાય પરિવાર સબંધિત અન્ય બિન-આર્થિક વસ્તુઓ હેઠળ અથવા ભવિષ્યની સંભાવનાઓ અને સહાયતા સંગઠન માટે પણ કોઈ વળતર આપવામાં આવ્યું નથી.


  કોર્ટે કહ્યું કે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989ના નિયમ 109 મુજબ રસ્તા પર પાર્ક કરાયેલા તમામ વાહનો માટે રાત્રે પાર્કિંગ લાઇટ ચાલુ કરવી ફરજિયાત છે.
  First published:

  विज्ञापन
  विज्ञापन