Home /News /gujarat /

હાર્દિકના સહયોગી દિનેશ બાંભણિયાને રાહત,ધરપકડ નહીં થાય

અમદાવાદઃ હાર્દિક પટેલના મહત્વના સહયોગી દિનેશ બાંભણિયાને હાઈકોર્ટે મોટી રાહત આપી છે.હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, દિનેશ બાંભણિયા સામે ગોંડલ અને દામનગરમાં નોંધાયેલી ફરિયાદમાં તેની ધરપકડ કરવામાં આવે નહીં.

  • Web18
  • Last Updated :
અમદાવાદઃ હાર્દિક પટેલના મહત્વના સહયોગી દિનેશ બાંભણિયાને હાઈકોર્ટે મોટી રાહત આપી છે.હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, દિનેશ બાંભણિયા સામે ગોંડલ અને દામનગરમાં નોંધાયેલી ફરિયાદમાં તેની ધરપકડ કરવામાં આવે નહીં.

સુનાવણી દરમિયાન દિનેશ બાંભણિયાના વકીલની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે ધારાસભ્ય બાવકુ ઉંધાડ અને મુખ્યપ્રધાનના ઈશારે તેની સામે ગોંડલ અને દામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.આ ફરિયાદ નોંધતા પહેલા તેને ધમકી પણ મળી હતી.જો કે ધમકીને વશ ન થતાં તેને ફસાવવા ખોટી ફરિયાદ કરવામાં આવી હતી.

બીજી તરફ રાજ્ય સરકારની રજૂઆત હતી કે દિનેશના આરોપ ખોટા છે.દિેનેશ બાંભણિયા પર જમીન વેચાણમાં રૂ. બાવન લાખની છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે..દિનેશ બાંભણિયા એ સ્વર્ગીય સંજીવ કોરાટના નજીકના સંબંધી છે.સ્વર્ગીય સંજીવ કોરાટ એ કેશુભાઈ પટેલની સરકારમાં પ્રધાન હતા.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, ભાજપ, રાજકારણ, હાઇકોર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन