માસ્ક ન પહેરવા પર દંડની રકમ વધવી જોઈએ, પહેલા 1000 પછી 5000 સુધીનો દંડ કરવો જોઈએ : હાઈકોર્ટ


Updated: August 4, 2020, 8:20 PM IST
માસ્ક ન પહેરવા પર દંડની રકમ વધવી જોઈએ, પહેલા 1000 પછી 5000 સુધીનો દંડ કરવો જોઈએ : હાઈકોર્ટ
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ અંતર્ગત હાઇકોર્ટે એક મહત્ત્વનો આદેશ કરતા કહ્યું કે અમને લાગે છે કે 200 કે 500 રૂપિયાનો દંડ લોકોને બહુ નડશે નહીં

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસ અંતર્ગત હાઇકોર્ટે આજે એક મહત્ત્વનો આદેશ કરતા કહ્યું છે કે અમને લાગે છે કે 200 કે 500 રૂપિયાનો દંડ લોકોને બહુ નડશે નહીં. સરકાર અને કોર્પોરેશને માસ્ક ન પહેરનારને પ્રથમવાર 1000 રૂપિયા અને ત્યારબાદ 5000 સુધીનો દંડ કરવો જોઈએ. માસ્ક ન પહેરવાની ભૂલ પર દંડની રકમ વધવી જોઈએ.

કોરોના વાયરસની સુઓમોટોમાં હાઇકોર્ટે સુરતની પરિસ્થિતિ બદથી બદતર થવામાં તંત્રની ઉદાસીનતાને કારણ બતાવી સુરત અને દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો માટે સરકાર શું કરી રહી છે તેનો વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.


આ પણ વાંચો - 18 વર્ષ પહેલાંની કારસેવકની કહાની, માતાએ કહ્યું - ચંપલ પરથી મને ખબર પડી કે આ જ મારો દીકરો છે

રાજસ્થાન હોસ્પિટલની બેદરકારીથી દર્દીના મોતના મામલે તંત્રની કામગીરીથી હાઇકોર્ટ અસંતુષ્ટ છે. 77 લાખનો દંડ કર્યો પણ આજદિન સુધી એ રકમની રિકવરી કેમ થઈ નથી?કેમ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી?જેવા સવાલ ઉઠાવ્યા હતા. સરકાર આ અત્યંત કમનસીબ ઘટનાને ગંભીરતાથી લઈને રિપોર્ટ આપે તેવી ટિપ્પણી કરી હતી.
Published by: Ashish Goyal
First published: August 4, 2020, 7:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading