સ્થાનિક સ્વાયત્ત સંસ્થાઓ પોતાની સ્વતંત્ર ટેક્સ નીતિઓ ઘડી શકે નહીં : હાઈકોર્ટ

News18 Gujarati
Updated: February 15, 2020, 6:21 PM IST
સ્થાનિક સ્વાયત્ત સંસ્થાઓ પોતાની સ્વતંત્ર ટેક્સ નીતિઓ ઘડી શકે નહીં : હાઈકોર્ટ
સ્થાનિક સ્વાયત્ત સંસ્થાઓ પોતાની સ્વતંત્ર ટેક્સ નીતિઓ ઘડી શકે નહીં : હાઈકોર્ટ

સ્થાનિક સ્વાયત્ત સંસ્થાઓ પોતાની સ્વતંત્ર ટેક્સ નીતિઓ ઘડી શકે નહીં તેવું અવલોકન ગુજરાત હાઇકોર્ટે તાજેતરના એક ચુકાદામાં કર્યુ

  • Share this:
અમદાવાદ : સ્થાનિક સ્વાયત્ત સંસ્થાઓ પોતાની સ્વતંત્ર ટેક્સ નીતિઓ ઘડી શકે નહીં તેવું અવલોકન ગુજરાત હાઇકોર્ટે તાજેતરના એક ચુકાદામાં કર્યુ છે. રાજકોટના એક ચેરિટેબલ ટ્રસ્ટને જનરલ ટેક્સમાંથી બાકાત મળતી હોવા છતાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને આ સંસ્થા પાસેથી ટેક્સ વસૂલવાનું વલણ દાખવતા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે આ સંસ્થાની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

રાજકોટના રૈયા વિસ્તારમાં સાધુ વાસવાણી સેન્ટર નામના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કન્યા શાળાઓ ચલાવવામાં આવે છે. વર્ષ 2009માં કોર્પોરશને આ શાળાના બિલ્ડીંગ પરનો જનરલ ટેક્સ ચૂકવવાની માંગણી કરી હતી. આ અંગે અગાઉ હાઇકોર્ટમાં બે વાર પિટિશન થઇ હતી, જેમાં હાઇકોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેરા વસૂલાતની નોટિસ રદ કરી હતી અને ટેક્સના નિર્ણય અંગે ફેરવિચારણા કરવાનો આદેશ આપ્યો હતો, કારણ કે બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ પ્રમાણે લોકો માટે કામ કરતા ચેરિટેબલ ટ્રસ્ટને મ્યુનિસિપલ કોર્પોરેશનના જનરલ ટેક્સમાંથી બાકાત રાખવામાં આવે છે.

આ પણ વાંચો - પંજાબ : સંગરુરમાં સ્કૂલ વાનમાં આગ લાગી, 4 બાળકો જીવતા સળગી ગયા

હાઇકોર્ટના ફેરવિચારણાના આદેશ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશને સ્કૂલ બિલ્ડીંગ પર ટેક્સ વસૂલવાની નીતિ દર્શાવી હતી. જેથી હાઇકોર્ટે કહ્યું હતું કે બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની જોગવાઇઓ પ્રમાણે આ ચેરિટેબલ સંસ્થાને ટેક્સની રકમ ચૂકવવામાંથી રાહત મળી શકે તેમ છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશને એવું વલણ ન દાખવી શકે કે તેઓ બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટનું પાલન કરવાની જગ્યાએ તેમની સ્વતંત્ર નીતિ પ્રમાણે ટેક્સ વસૂલશે.
First published: February 15, 2020
વધુ વાંચો
अगली ख़बर