Home /News /gujarat /

યુએલસી જમીન બથાવી પાડનાર સામે પગલા ભરવા હાઇકોર્ટનો આદેશ

યુએલસી જમીન બથાવી પાડનાર સામે પગલા ભરવા હાઇકોર્ટનો આદેશ

હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, યુએલસી હેઠળ લેવાયેલી જમીન પર અતિક્રમણ કરનારાઓ સામે પગલા લેવામાં આવે.

હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, યુએલસી હેઠળ લેવાયેલી જમીન પર અતિક્રમણ કરનારાઓ સામે પગલા લેવામાં આવે.

  • News18
  • Last Updated :
અમદાવાદઃ હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, યુએલસી હેઠળ લેવાયેલી જમીન પર અતિક્રમણ કરનારાઓ સામે પગલા લેવામાં આવે. આ જમીન પર સોસાયટીઓ અને અનેક ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનેલા છે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો કે, પાંચ વર્ષમાં રાજ્યના વિવિધ શહેરોમાં વિવિધ યોજના હેઠળ ગરીબ લોકો માટે 3,07, 883 મકાનો બનાવવામાં આવશે. આ માટે મહાનગર પાલિકા, હાઉસિંગ બોર્ડ અને અન્ય સંસ્થાને જમીન ફાળવેલી છે. જે અંતર્ગત, ઈડબલ્યુએસ અને અન્ય યોજના હેઠળ મકાનો બનશે. રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું હતું કે, યુએલસી હેઠળ 35 લાખ ચોરસ મીટર જમીન લીધેલી છે. આ જમીનમાંથી 11, 22, 728 ચોરસ મીટર જમીન મુક્ત કરાવવામાં આવી છે. જેમાંથી 5,19,157 ચોરસ મીટર જમીન અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગને આપવામાં આવેલી છે. રાજ્ય સરકારે એ પણ જવાબ રજૂ કર્યો હતો કે અમદાવાદના ઓઢવમાં ખેતા વણઝારાની ચાલીમાં રહેતાં 130 ગરીબ કુટુંબોને ઈડબલ્યુએસ હેઠળ ઘરની ફાળવણી કરી દેવામાં આવી છે.
First published:

Tags: અમદાવાદ, અર્બન ડેવલપમેન્ટ, આદેશ, જમીન, જવાબ, પગલા, ફાળવણી, રાજ્ય સરકાર, હાઇકોર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन