વાયુ વાવાઝોડાના કારણે થયેલો વરસાદ ખેતી માટે ફાયદાકારક

News18 Gujarati
Updated: June 15, 2019, 4:15 PM IST
વાયુ વાવાઝોડાના કારણે થયેલો વરસાદ ખેતી માટે ફાયદાકારક
કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાયુના લીધે સર્જાનારા ડિપ્રેશનથી ભારે વરસાદ થશે

કચ્છ કલેક્ટરે નાગરિકોને એલર્ટ રહેવા અપીલ કરી, સાથે જ સોશિલ મીડિયામાં થતી ટિખ્ખળોને ટાળવા પણ કરી અપીલ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ગુજરાતના કાંઠા વિસ્તારથી દૂર ગયેલું વાવાઝોડું વાયુ હજુ પણ સંપૂર્ણપણે ટળ્યું નથી. ગુજરાતના કચ્છ જિલ્લાના કાંઠા માથે વાયુનું સંકટ તોળાઈ રહ્યું છે. જોકે, વાયુ નબળું પડવાના કારણે હવે આગામી 17મી જૂને સાંજ સુધી કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ વાયુ આગામી 17મી જૂને સાંજે કચ્છમાં ભારે વરસાદ પડશે.  હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે પોરબંદરથી 260 કિમી દૂર દક્ષિણ પશ્ચિમે છે, હવે આ વાવાઝોડુ ધીરે ધીરે નબળું પડશે અને 17મી સાંજે સુધી તેના કારણે  કચ્છમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 18મી જૂને આ ડિપ ડિપ્રેશન રાજ્યના ઉપર ભાગેથી પસાર થશે તેથી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠ, પાટણ જિલ્માંલામાં ભારે વરસાદની શક્યતા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે  વાવાઝોડાના કારણે ભારેથી અતિભારે વરસાદ પણ થયો છે. ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો. વાયુ વાવાઝોડું કાઠાના વિસ્તારમાં ફાયદાકારક થયો છે. પાણીના તળ અને ખેતીની દૃષ્ટીએ આ વરસાદ ફાયદાકારક છે. કોઈ નુકસાની ન થઈ અને ખેતી માટે ફાયદાકાર રહ્યો હતો.

આ પણ વાંચો :  અમદાવાદમાં અનેક વિસ્તારોમાં મેઘરાજાની આવી સવારી, લોકો માણી રહ્યાં છે મઝા

જ્યારે સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને કચ્છ કલેક્ટરે તંત્રે સાબદુ કર્યુ છે જ્યારે નાગરિકોને તૈયાર રહેવા સૂચના આપી છે. તેમણે અપીલ કરી છે કે સોશિયલ મીડિયામાં વાવાઝોડ અંગે ખોટી ટિખ્ખળો કરવી નહીં.

દેશના હવામાન વિભાગની આગાહી મુજબ વાયુ ડિપ ડિપ્રેશનમાં પરાવર્તિત થઈને કચ્છ પર ત્રાટકી શકે છે અથવા તો ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે. આ આગાહીના પગલે કચ્છ કલેક્ટરે નાગરિકોને સાબદા રહેવા માટે અપીલ કરી છે.અગાઉ મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડું વળાંક લે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે અને તારીખ 17 કે 18 જૂન દરમિયાન ડીપ ડિપ્રેશન કે સાયક્લોનિક સ્ટોર્મ તરીકે, ઘટેલી તીવ્રતા સાથે કચ્છને સ્પર્શે એવી સંભાવના જણાઈ રહી છે.

આ પણ વાંચો :  છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 31 તાલુકામાં મેઘ મહેર, સુત્રાપાડામાં સૌથી વધુ 5 ઈંચઆ પણ વાંચો : 'વાયુ'ની અસરને કારણે ગીર સોમનાથમાં સૌથી વધુ વરસાદહવામાન વિભાગના પૂર્ણ સંકલન સાથે રાજ્ય સરકાર તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. સાવચેતીના પૂરતા પગલાં લેવાઈ રહ્યા છે. શ્રી પંકજકુમારે નાગરિકોને કોઈ પણ જાતનો ભય મનમાં નહીં આણવાની અપીલ કરતાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સંપૂર્ણ નજર રાખી રહી છે, અને સમગ્ર પરિસ્થિતિ રાજ્ય સરકારના નિયંત્રણમાં છે.
First published: June 15, 2019, 10:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading