અમદાવાદ : સમગ્ર દેશભરમાં કોરોનાના કેસો (Coronavirus cases)વધી રહ્યા છે જેમાં ગુજરાતમાં પણ કોરોનાના કેસો (Coronavirus In Gujarat)વધુ નોંધાઇ રહ્યા છે. ત્યારે ફરી એક વખત ગુજરાત (Gujarat)બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના (CR Patil)માર્ગદર્શન હેઠળ અને મેડિકલ સેલના સંયોજક ડૉ. ધર્મેન્દ્રભાઇ ગજ્જરના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજયમાં જિલ્લા/મહાનગરમાં કોરોના સંક્રમિત દર્દીઓને ઘરે બેઠા ફોન પર સ્પેશિયાલિસ્ટ ડોકટરો દ્વારા માર્ગદર્શન મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ હેલ્પાઇન નંબર 91 9408216170 આજે પ્રદેશના મહામંત્રી, રાજયકક્ષાના મંત્રીઓ અને પ્રદેશના ઉપાધ્યક તેમજ મેડિકલ સેલના સંયોજકની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલયથી જાહેર કરવામાં આવ્યો છે.
આ સંદર્ભે પ્રદેશના મહામંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આપણે મજબુતાઇથી કોરોના સામે લડત આપી હતી. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરે કોરોનાની મહામારીમાં દર્દીઓ અને દર્દીના પરિવારની સાથે રહી તમામ મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
હવે જયારે ફરી કોરોનાના કેસો રાજયમાં વધી રહ્યા છે ત્યારે ભાજપા મેડિકલ સેલ દ્વારા પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ વિનામુલ્યે કોવિડ હેલ્પલાઇ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ આયોજનથી કોવિડના દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને સરળતાથી ડોડકટરની સલાહ ,માર્ગદર્શન મળી રહેશે.
આ સંદર્ભે મેડિકલ સેલના સંયોજક ડૉ.ધર્મેન્દ્રભાઇ ગજ્જરે જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાજપા ગુજરાત પ્રદેશ મેડિકલ સેલ દ્વારા તમામ જિલ્લાઓમાં 50 થી 70 ડોકટરોની કોવિડ ટાસ્ફ ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે અને આશરે 2500 જેટલા ડોકટરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા દર્દીઓ અને તેમના પરિવારજનોને માર્ગદર્શન સરળતાથી મળશે. જાહેર કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર ઉપરથી કોઇ પણ દર્દીને ફોન પર માર્ગદર્શન,આઇસીયુ બેડ, મેડિસિનનું માર્ગદર્શન પણ સરળતાથી મળી રહેશે. હવે જોવાનું એ છે કે કેટલા નાગરિકો આ સેવાનો ઉપયોગ કરે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર