Home /News /gujarat /

તંત્ર દ્વારા સોગંધ ખવરાવી સહાયનું વિતરણ કરાતા અસરગ્રસ્તોમાં રોષ

તંત્ર દ્વારા સોગંધ ખવરાવી સહાયનું વિતરણ કરાતા અસરગ્રસ્તોમાં રોષ

બનાસકાંઠા જિલ્લા માં વરસાદી તારાજી બાદ ગત રોજ થી બનાસકાંઠા જિલ્લામાં કેશ ડોલ વિતરણનો પ્રારંભ કરાયો છે. જો કે આજે જિલ્લાના ધાનેરામાં કેશ ડોલ ના મુદ્દે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો.

બનાસકાંઠા જિલ્લા માં વરસાદી તારાજી બાદ ગત રોજ થી બનાસકાંઠા જિલ્લામાં કેશ ડોલ વિતરણનો પ્રારંભ કરાયો છે. જો કે આજે જિલ્લાના ધાનેરામાં કેશ ડોલ ના મુદ્દે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો.

  • ETV
  • Last Updated :
પાલનપુર # બનાસકાંઠા જિલ્લામાં વરસાદી તારાજી બાદ કેશ ડોલ વિતરણનો પ્રારંભ કરાયો છે. જો કે આજે જિલ્લાના ધાનેરામાં કેશ ડોલ ના મુદ્દે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. ધાનેરામાં પૂર પછી તંત્ર દ્વારા અસગ્રસ્તોને ખાવા પીવા અને કપડા માટે સહાય ચુકવવા આવી છે ત્યારે સહાય કરતા પહેલા સ્થાનિકો ને હેરાન પરેશાન કરવાનું છોડતા નથી, તેવો લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે.

બનાસકાંઠાના ધાનેરામાં પૂર આવતા લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા અને લોકોના ઘરની સાથે-સાથે તેમની સાધન સામગ્રી પણ પાણી માં તણાઈ ગઇ હતી, ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ પુરગ્રસ્ત લોકો ને કપડા અને ખાવા માટે પૈસાની ચુકવણી કરી રહ્યું છે. ધાનેરા નું સ્થાનિક તંત્રના લોકોની વારે તો નહોતું આવ્યું પણ હવે લોકોને મળતી સહાય પણ બારોબાર કરી રહ્યાં છે, જેના લીધે લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.

આજે ધાનેરા નાયબ મામલતદાર વી.બી.પરમાર ધાનેરાના સુભાષ રોડ પર સહાયની ચુકવણી કરવા માટે ગયા હતા, ત્યાં તેમને લોકો સોગંધ ખવરાવી હતી અને લોકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. આટલુંજ નહિ પણ લોકો તો એવું પણ જણાવી રહ્યાં છે, કે મામલતદારે પોતાને લગતા લોકોને બહાર ઉભા રાખીને સહાય ચૂકવી દીધી હતી, ત્યારે જે ખરા સહાય ના હકદાર હતા તેમના ઘરે જઈ સોગંધ અપાવી હતી અને જે લોકો એ સોગંધ ન ખાધી તેમને સહાય આપ્યા વગર જ ચાલતી પકડી હતી. જેથી લોકો કહી રહ્યાં છે શું સરકારે આવું કહ્યું છે કે લોકો ને સોગંધ ખવડાવી પૈસા આપવા ની વાત કરી છે.

એક તરફ ધાનેરાના લોકો મોત સામે જજુમી રહ્યા હતા ત્યારે ધાનેરાનું સ્થાનિક તંત્ર આરામ ફરમાવતું હતું અને આજે જયારે સરકારે આ લોકો ને ખાવા પીવાની સહાય કરી છે, ત્યારે પણ ધાનેરા ના અધિકારીઓ આ લોકો ને હેરાન કરી રહ્યાં છે, જેથી ધાનેરા ના સ્થાનિકો માટે પડતા પર પાટુ સમાન ઘાટ સર્જવા પામ્યો છે. જો કે આ અંગે મામલતદાર ને પૂછતા તેમને કોઈ જવાબ આપવાનું ટાળ્યું હતું.
First published:

Tags: અસરગ્રસ્ત, તંત્ર, ધાનેરા, બનાસકાંઠા, મામલતદાર, રોષ, લોકો, વિતરણ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन