અમદાવાદ# હેલ્મેટ સર્કલ પાસે સત્તાધારથી મણીનગર તરફ જતી 52/2 નંબરની બસ એકાએક જમીનમાં ધસી જતા મુસાફરોમાં ભારે ભય ફેલાયો હતો.
એએમટીએસની બસ હેલ્મેટ સર્કલ પાસે પહોંચી ત્યારે રોડપર ગટર લાઈનને કારણે થયેલા પોલા પુરાણમાં બસના ટાયર ધસી ગયા હતા અને બસ ત્યાજ ફસાઈ ગઈ હતી. જેના કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિનું પણ નિર્માણ થયુ હતુ.
લોકોમાં રોષ હતો કે, કોર્પોરેશન દ્વારા ગમે ત્યારે ગમે ત્યા ખાડા ખોદી દેવામાં આવે છે અને તેનું યોગ્ય પુરાણ પણ થતુ નથી. આવા જ હેલ્મેટ સર્કલ પાસે રોડ પર બસ ફસાઈ જતા કોર્પોરેશનની પોલ ખુલી પડી ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર