Home /News /gujarat /માતાના અંતિમ દર્શન કરી ભાવૂક થયાં પીએમ મોદી, કાયમ આશીર્વાદ આપનારો એ હાથ આજે માથા પર ન ફર્યો

માતાના અંતિમ દર્શન કરી ભાવૂક થયાં પીએમ મોદી, કાયમ આશીર્વાદ આપનારો એ હાથ આજે માથા પર ન ફર્યો

Heeraben Modi no more

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબા મોદીનું શુક્રવારે નિધન થઈ ગયું છે. તેઓ 100 વર્ષના હતા. હીરાબાએ અમદવાદની યૂએન મેહતા હોસ્પિટલમાં સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબા મોદીનું શુક્રવારે નિધન થઈ ગયું છે. તેઓ 100 વર્ષના હતા. હીરાબાએ અમદવાદની યૂએન મેહતા હોસ્પિટલમાં સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.

પીએમ મોદી અમદાવાદ પહોંચી ગયા છે અને માતાના અંતિમ દર્શન કરવા ઘરે પહોંચ્યા હતા. પીએમ મોદીએ માતાને નમન કરી અંતિમ સંસ્કાર માટે રવાના થતાં પીએમ મોદી કાંઘ આપી હતી.



વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલીસવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા. અહીં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


અંતિમ યાત્રામાં ફક્ત જૂજ લોકો જ સામેલ થશે


હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગર સેક્ટર 30ના શ્મશાન ઘાટમાં કરવામાં આવશે. અંતિમ યાત્રામાં ફક્ત પરિવારના લોકો જ સામેલ થશે. ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓને એકઠા થવાની ના પાડી છે.
First published:

Tags: Mother heera Baa, PM Modi Live

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો