Home /News /gujarat /હીરાબાના નિધન પર મોદી પરિવારની અપીલ- 'તમારા કાર્યક્રમો રદ ન કરો, હીરાબાને એ જ સાચી શ્રદ્ધાંજલિ હશે'

હીરાબાના નિધન પર મોદી પરિવારની અપીલ- 'તમારા કાર્યક્રમો રદ ન કરો, હીરાબાને એ જ સાચી શ્રદ્ધાંજલિ હશે'

હીરાબાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં થયો વિલીન

પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબેનના અંતિમ સંસ્કાર થઈ ચુક્યા છે અને હીરાબાનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. ગાંધીનગરના સેક્ટર 30માં તેમના અંતિમ સંસ્કાર થયા હતા.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબેનના અંતિમ સંસ્કાર થઈ ચુક્યા છે અને હીરાબાનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. ગાંધીનગરના સેક્ટર 30માં તેમના અંતિમ સંસ્કાર થયા હતા. જ્યાં પીએમ મોદી સહિત તેમના ભાઈ અને પરિવારના અમુક લોકો હાજર રહ્યા હતા. તો વળી માતા હીરાબેનના નિધન પર ગમગીન લોકોને મોદી પરિવારે અપીલ કરતા કહ્યું છે કે, આ કપરા સમયમાં અમે આપની પ્રાર્થના માટે આભારી છીએ. મોદી પરિવાર તરફથી કહેવાયુ છે કે, આપ સૌને અમારી વિનંતી છે કે, હીરાબાના આત્માના પોતાની યાદોમાં રાખો અને પોતાના તમામ કામ અને કાર્યક્રમ નિશ્ચિત સમયે પુરા કરો. આ જ હીરાબેન માટે સાચ્ચી શ્રદ્ધાંજલિ હશે.

આ પણ વાંચો: 33 વર્ષ બાદ પીએમ મોદીના જીવનમાં ફરી એક વાર દુ:ખનો પહાડ તૂટી પડ્યો, 1989માં થયું હતું પિતાનું નિધન

આ અગાઉ પીએમ મોદીએ પણ શુક્રવારે થનારા પોતાના તમામ કાર્યક્રમોને પહેલાની માફક નિર્ધારિત સમય પર કરવાનો નિર્ણય કર્યો હતો. તેના વિશે જાણકારી આપતા પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી પીએમ મોદીના આજના એટલે કે, શુક્રવારના સત્તાવાર કાર્યક્રમોની યાદી જાહેર કરી હતી. પીએમઓ તરફથી કરવામાં આવેલા ટ્વિટમાં બતાવામાં આવ્યું હતું કે, પીએમ મોદી શુક્રવારે પશ્ચિમ બંગાળમાં નિર્ધારિત કાર્યક્રમમાં વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા સામેલ થશે.


પ્રધાનમંત્રી મોદીની માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. તેમણે અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. પીએમ મોદીએ આજે સવારે ટ્વિટ કરીને તેના વિશે જાણકારી આપી છે. તેમણે લખ્યું છે કે, "શાનદાર શતાબ્દીનું ઈશ્વરના ચરણોમાં વિરામ...માં મે હંમેશા આ ત્રિમૂર્તિની અનુભૂતિ કરી છે, જેમાં એક તપસ્વી યાત્રા, નિષ્કામ કર્મયાગીનું પ્રતીક અને મૂલ્યો પ્રતિ પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે. " આ અગાઉ હીરાબાની બુધવાર તબિયત ખરાબ થઈ હતી, જે બાદ તેમને અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. પ્રધાનમંત્રી મોદી પોતાની માતાને મળવા હોસ્પિટલે પહોંચ્યા હતા.
First published:

Tags: Mother heera Baa, PM Modi Live

विज्ञापन