Home /News /gujarat /

હાર્દિક સામે કોઈ FIR હશે તો ધરપકડ કરી શકાશેઃહાઇકોર્ટનો આદેશ

હાર્દિક સામે કોઈ FIR હશે તો ધરપકડ કરી શકાશેઃહાઇકોર્ટનો આદેશ

અમદાવાદઃહાઇકોર્ટમાં આજે હાર્દિકની હેબિયર્સ કોપર્સની અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે પુછેલા સવાલોના જવાબ આપતા હાર્દિકનો પરસેવો છુટ્યો હતો અને ગેં ગે ફે ફે થઇ ગયો હતો.

અમદાવાદઃહાઇકોર્ટમાં આજે હાર્દિકની હેબિયર્સ કોપર્સની અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે પુછેલા સવાલોના જવાબ આપતા હાર્દિકનો પરસેવો છુટ્યો હતો અને ગેં ગે ફે ફે થઇ ગયો હતો.

  • Web18
  • Last Updated :
અમદાવાદઃહાઇકોર્ટમાં આજે હાર્દિકની હેબિયર્સ કોપર્સની અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે પુછેલા સવાલોના જવાબ આપતા હાર્દિકનો પરસેવો છુટ્યો હતો અને ગેં ગે ફે ફે થઇ ગયો હતો.

હાર્દિક પટેલના મુદ્દે થયેલી અરજી પર કોર્ટ અસંતુષ્ટ છે અને વકીલની ઝાટકણી કાઢી હતી. અડધી રાત્રે સુનાવણી કરવાના મુદ્દે કોર્ટે ટીકા કરી હતી. અને હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે,હાર્દિક સામે કોઈ FIR હશે તો ધરપકડ કરી શકાશે. હાર્દિકે તેનું લેખિતમાં નિવેદન આપ્યું હતું.

હાઈકોર્ટે હાર્દિક પટેલના વકીલ અને હાર્દિકને સવાલ કર્યો હતો કે, હેબિયર્સ કોર્પસની અરજી બાદ મીડિયા સમક્ષ શા માટે ગયા ?હેબિયર્સ કોર્પસની અરજી મુજબ પહેલા હાઈકોર્ટમાં આવવું જોઈએ.

હાઈકોર્ટમાં હાર્દિકના વકીલને જણાવ્યું હતું કે, 29 સપ્ટે.સુધી કોઈ સભા નહીં કરાય. જ્યારે રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે હાર્દિક દ્વારા કાયદો-વ્યવસ્થા ડહોળવાનું કામ થયું છે. આ માત્ર કાયદાનો ભંગ નથી પણ સમગ્ર સિસ્ટમને ખલેલ પહોંચાડવાનું કાવતરું છે. હાર્દિક સામે હાઈકોર્ટ સુઓમોટો કન્ટેમ્પટ કરે તેવી માંગ કરી હતી.

હાઇકોર્ટે હાર્દિક પટેલને લગાવેલા તમામ આક્ષેપ પુરવાર કરવા 29 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. હાર્દિકે કરેલા આક્ષેપોથી હાઇકોર્ટ અસંતુષ્ટ છે.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, રાજ્ય સરકાર, વિરોધ, વિવાદ, હાઇકોર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन