રાજ્યમાં સર્વત્ર મેઘમહેરઃ સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

News18 Gujarati
Updated: September 5, 2019, 8:14 PM IST
રાજ્યમાં સર્વત્ર મેઘમહેરઃ સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
ગુરુવારે રાજ્યમાં બપોર સુધીમાં સર્વત્ર વરસાદ શરૂ થયો હતો. ખાસ કરીને બનાસકાંઠા, રાજકોટ અને જામનગરમાં મેઘમહેર થઇ હતી.

ગુરુવારે રાજ્યમાં બપોર સુધીમાં સર્વત્ર વરસાદ શરૂ થયો હતો. ખાસ કરીને બનાસકાંઠા, રાજકોટ અને જામનગરમાં મેઘમહેર થઇ હતી.

  • Share this:
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા સતત હેત વરસાવી રહ્યાં છે. ગુરુવારે બપોર બાદ સમગ્ર રાજ્યમાં વરસાદના અહેવાલ મળી રહ્યાં છે. સૌથી વધુ બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. તો રાજકોટ અને અમદાવાદમાં સાંજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.

અમદાવાદમાં એસ જી હાઇવે, બોપલ, વસ્ત્રોપુર, વેજલપુર સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે ટ્રાફિકજામ અને પાણી ભરાવા જેવી મુશ્કેલીઓ સર્જાઇ હતી. રાતે 8 વાગ્યાની આસપાસ ભારે વરસાદ પડી રહ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં ગુરુવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, ત્યારબાદ પાલનપુર, અણીરગઠ, દાંતામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. તો સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને દૂરગમ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

અહીં ક્લિક કરી વાંચોઃ હેલમેટ પહેર્યા વગર બાઇક કેમ ચલાવવું? લોકોને ખૂબ પસંદ પડ્યો આ જુગાડ!

આ સીઝનમાં મેઘરાજાએ સૌરાષ્ટ્ર પર ખાસ હેત વરસાવ્યુ છે. અહીં રાજકોટમાં સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના અન્ય તાલુકોમાં પણ સારો વરસાદ પડી રહ્યો છે. તો પોરબંદર જિલ્લામાં ઘેડ પંથક સહિત તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તો જામનગરમાં બપોર બાદ વાતાવરણમાં પલતો આવ્યો હતો અને ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.

ભારે વરસાદને કારણે કોડીનારની જીવાદોરી સમાન ગણાતા શિંગોડા ડેમ તેની પૂર્ણ સપાટીએ છે. હાલ શિંગોડા ડેમનો એક દરવાજો 6 ઇંચ સુધી ખોલવામાં આવ્યો છે. ગિરગઢડાનાં જામવાળા ખાતે જંગલમાં આવેલો આ શિંગોડા ડેમ 61 ફૂટની તેની પૂર્ણ સપાટીએ ભરાઈ જવાથી નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે.
First published: September 5, 2019, 4:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading