17 થી 23 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

News18 Gujarati
Updated: July 14, 2020, 11:39 PM IST
17 થી 23 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
પ્રતિકાત્મક તસવીર

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડે તેવી હવામાન ખાતાની આગાહી

  • Share this:
ગાંધીનગર : રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રૂપનો વેબીનાર ઝૂમ ક્લાઉડ સોફ્ટવેરના માધ્યમથી ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. આ વેબિનાર દરમિયાન રાહત કમિશનર પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતુ કે રાજ્યમાં 14 જુલાઈ સુધીમાં 269.87મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 831 મીમીની સરખામણીએ 32.48% છે. રાજ્યના તમામ તાલુકામાં વરસાદ 1 મીમી થી લઈ 1337 મીમી સુધી નોંધાયો છે.

આ વેબિનારમાં IMD દ્વારા પી.પી.ટી રજુ કરાયુ હતું અને આગામી અઠવાડીયામાં 17થી 23 જુલાઇ દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારના પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓમાં તથા કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં તથા ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં સામાન્યતઃ હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો - ભારે વરસાદને કારણે અસમમાં પૂરની સ્થિતિ વિકટ બની, 44 લોકોના મોત

આ વેબીનારમા કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે અંદાજીત 57.37 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 13 જુલાઈ સુધીમાં થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 48.79 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે 67.58% વાવેતર થયુ છે.

વન વિભાગ દ્વારા આ બેઠકમાં માહિતી આપતા જણાવ્યું હતુ કે, રાજ્યના તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલ રુમ કાર્યરત કરવાનું આયોજન છે જે અંતર્ગત 24 સ્થળોએ કંટ્રોલ રુમ કાર્યરત છે.
આ ઉપરાંત સિંચાઈ વિભાગ, આર & બી વિભાગ, ઊર્જા સહિતના વિવિધ વિભાગ, એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર.એફ દ્વારા પૂર્વ તૈયારી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત તમામને આગામી વરસાદની સિઝનમાં સંભવિત આફતને પહોંચી વળવા સાવચેત રહેવા રાહત કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હતી.
Published by: Ashish Goyal
First published: July 14, 2020, 11:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading