સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં આ તારીખે ભારે વરસાદની સંભાવના

News18 Gujarati
Updated: October 13, 2020, 8:43 PM IST
સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં આ તારીખે ભારે વરસાદની સંભાવના
પ્રતિકાત્મક તસવીર

રાજયમાં 13 ઓક્ટોબર સુધીમાં 1122.25 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 831 મીમીની સરખામણીએ 135.05 ટકા છે

  • Share this:
ગાંધીનગર : આગામી 15થી 17 ઓકટોબર દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં 16 અને 17 ઓકટોબર દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલા વેધર વોચ ગ્રૂપના વેબીનાર બાદ રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ પટેલે આ અંગેની માહિતી આપી હતી.

રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યુ હતું કે, આજે સવારે 6થી બપોરના 2 સુધી રાજયના કોઇ ૫ણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. રાજયમાં 13 ઓક્ટોબર સુધીમાં 1122.25 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 831 મીમીની સરખામણીએ 135.05 ટકા છે.

આ પણ વાંચો  સુરત : કેવડી ઈકો ટુરિઝમ સાઈટ કુદરતી સૌંદર્યનો ખજાનો છે, શું તમે લીધી મુલાકાત

કૃષિ વિભાગ દ્વારા જણાવ્યું છે કે ચાલુ વર્ષે 12 ઓક્ટોબર સુધીમાં અંદાજીત 87.24 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 86.77 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 102.76 ટકા વાવેતર થયુ છે.

સિંચાઇ વિભાગ દ્વારા જણાવ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં 2,93,503 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 87.85 ટકા છે. રાજયનાં 205 જળાશયોમાં 5,35,298 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 96.10 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-173 જળાશય, એલર્ટ ૫ર કુલ-10જળાશય તેમજ વોર્નિંગ ૫ર 5 જળાશય છે.
Published by: Ashish Goyal
First published: October 13, 2020, 8:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading