Home /News /gujarat /

ઉમરપાડામાં આભ ફાટ્યું, 24 કલાકમાં 24 ઇંચ વરસાદ, વાંસદામાં સવારે બે કલાકમાં 6 ઇંચ

ઉમરપાડામાં આભ ફાટ્યું, 24 કલાકમાં 24 ઇંચ વરસાદ, વાંસદામાં સવારે બે કલાકમાં 6 ઇંચ

સુરતના માંગરોળમાં 18 ઇંચ, કપરાડામાં 14.5 ઇંચ, હાસોટમાં 14 ઇંચ, ડેડિયાપાડામાં 12.5 ખાબકતા જળબંબાકાર

સુરતના માંગરોળમાં 18 ઇંચ, કપરાડામાં 14.5 ઇંચ, હાસોટમાં 14 ઇંચ, ડેડિયાપાડામાં 12.5 ખાબકતા જળબંબાકાર

    ન્યૂઝ 18 ગુજરાત : રાજ્ય માથે સર્જાયેલું લો પ્રેશર વરસાદી સિસ્ટમમાં પરાવર્તિત થઈને તૂટી પડતા દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંગા થયા છે. 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. સુરત પંથકના ઉમરપાડામાં આભ ફાટ્યું છે, ઉમરપાડામાં 24 કલાકમાં 24 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. સુરતનાં માગરોળમાં 18 ઇંચ તો કપરાડામાં 14.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે હાસોટમાં 14 ઇંચ, ડેડિયાપાડામાં 12.5 ઇંચ વરસાદ થયો છે. જયારે આજે વહેલી સવારે નવસારીના વાંસદામાં મેઘરાજાએ બેટિંગ કરી હતી. વાંસદામાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા ચારેકોર પાણી જ પાણી ફરી વળ્યા હતા.

    24 કલાક દરમિયાન રાજ્યના 24 તાલુકામાં 4થી24 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. વરસાદના કારમે દક્ષિણ ગુજરાતની નદીઓ ગાંડીતૂર બની છે. આજે સવારે 6.00 વાગ્યા સુધીમાં ભરૂચના વાલિયામાં 8 ઇંચ, માંડવીમાં 8 ઇંચ, છોટાઉદેપુરના ક્વાંટમાં 8 ઇંચ, ડાંગના સુબીરમાં 7.5 ઇંચ, સોનગઢમાં 9.5 ઇંચ, તાપીના ઉચ્છમાં 7.5 ઇંચ, વાપી શહેરમાં 7 ઇંચ, નાંદોદમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે.

    આ પણ વાંચો :  સરદાર સરોવરમાં પાણીની ધરખમ આવક, ડેમની સપાટી 126.12 મીટરે પહોંચી

    25 તાલુકામાં 2થી 4 ઇંચ જેટલો વરસાદ
    આજે સવારે 6.00 વાગ્યા સુધી નોંધાયેલા આંકડાઓ મુજબ રાજ્યના 25 તાલુકામાં 50 મિ.મી. થી 100 મિ.મી સુધીનો એટલે કે 2થી 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં લુણાવાડા, સંખેડા, આમોદ, મેઘરજ, વાળોદ, સિહોર, ઘોઘા,સ સુરત શહેર, ભાવનગર, હાલોલ, ઘોઘંબા, ડાંગ, ભરૂચ, બોડેલી, કામરેજ, વઘઈ, પારડી, ગરૂડેશ્વર, તિલકવાડા વગેરે પંથકનો સમાવેશ થાય છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Gujarat rain

    આગામી સમાચાર