ન્યૂઝ 18 ગુજરાતી : રાજકોટમાં મોડીરાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સવારના સાત વાગ્યા સુધી સત્તાવાર રીતે કરવામાં આવેલી જાહેરાત પ્રમાણ આંઠ ઇંચ વરસાદ ખાબક્યો છે. આંકડા પ્રમાણે રાત્રે 12 વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી શહેરમાં 200 મિલી મીટર વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ઉપરવાસમાંથી પાણીની આવક થતાં રાજકોટને પીવાનું પાણી પુરું પાડતો આજી-1 અને સિંચાઇનું પાણી પુરૂં પાડતો આજી-2 ડેમ ઓવરફ્લો થયાં છે. આજી ડેમ ઓવરફ્લો થવાની સાથે જ રાજકોટનું જળ સંકટ પણ ટળ્યું છે.
સરદાર સરોવર ઐતિહાસિક સપાટીએ : દરમિયાન રાજ્યનો સૌથી મોટો ડેમ સરદાર સરોવર પણ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. સરદાર સરોવરની સપાટી 134.99 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી ડેમમાં 2,81,431 ક્યુસેક પાણીની આવક થઈ છે જ્યારે નર્મદા નદીમાં 1,88,833 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક થતા રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇન શરૂ કરવામાં આવ્યાં છે જેના દ્વારા 28,764 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.
કડાણાની સપાટી 416 ફૂટે પહોંચી : મધ્ય ગુજરાતના સૌથી મોટા કડાણા ડેમની સપાટી 416.1 ફૂટે પહોંચી છે. ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવાનું યથાવત રાખવામાં આવ્યું છે. ડેમના ત્રણ ગેટ 6 ફૂટ સુધી ખોલવામાં આવતાં મહીસાગર નદીમાં 51,000 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
બનાસકાંઠા : ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં પાણીની થઈ છે. ડેમમાં 1000 ક્યુસેક પાણીની આવક થઈ થઈ રહી છે. હાલમાં ડેમની સપાટી 564.90 ફૂટ છે, ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે.
તાપી : સતત પાણીની આવકને પગલે ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 11 દરવાજા ખોલાયા છે. હાલ ડેમની સપાટી 339.80 ફૂટ છે. ડેમમાં પાણીની આવક 1 લાખ 9375 ક્યુસેક જ્યારે જાવક 1 લાખ 9375 ક્યુસેક છે.
ભુજ : શહેરના હૃદયસમાં હમીરસર તળાવમાં નવા નીર આવ્યા છે. ભુજ સહિત ઉપરવાસમાં ભારે વરસાદથી હમીરસરમાં નવું પાણી આવ્યું છે.
કડાણા ડેમમાંથી 51 હજાર ક્યૂસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ડેમની સપાટી 416.1 ફૂટે પહોંચી છે.
મહેસાણા : ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. હાલ ડેમની સપાટી 605.21 ફૂટે પહોંચી છે. ડેમમાં હાલ પાણીનો કુલ જથ્થો 46.25 ટકા ઉપલબ્ધ છે. ડેમમાં હાલ 6,111 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર