મુંબઈમાં ભારે વરસાદના કારણે ગુજરાત આવતી ત્રણ ટ્રેનો રદ

મુંબઈમાં ભારે વરસાદના કારણે ગુજરાત આવતી ત્રણ ટ્રેનો રદ
મુંબઈ (Mumbai)સહીત મહારાષ્ટ્રનાં (Maharashtra) અનેક વિસ્તારોમાં વરસાદના (Rain) કારણે સ્થિતિ કથળી. શાળા-કૉલેજોમાં રજા જાહેર કરાઈ

મુંબઈ (Mumbai)સહીત મહારાષ્ટ્રનાં (Maharashtra) અનેક વિસ્તારોમાં વરસાદના (Rain) કારણે સ્થિતિ કથળી. શાળા-કૉલેજોમાં રજા જાહેર કરાઈ

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : મુંબઈ (Mumbai)સહીત મહારાષ્ટ્રનાં (Maharashtra) અનેક વિસ્તારોમાં ભારે વરસાદના (Rain) કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ભારે વરસાદના પગલે રેલ વ્યવહારને માઠી અસર પહોંચી છે. મુંબઈના નાલાસોપારા સ્ટેશને પાણી ભરાતાં ગુજરાત (Gujarat) તરફનો રેલ વ્યવહાર વહેલી સવારે ખોરવાઈ ગયો છે. પાણી ભરાવાના કારણે પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા ગુજરાત આવતી અને ગુજરાતથી મુંબઈ આવતી ત્રણ ટ્રેનો રદ કરી છે.

  પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા મુજબ, સુરત-મુંબઈ સેન્ટ્રલ, મુંબઈ સેન્ટ્રલ અને બાંદ્રા-વાપી કેન્સલ કરવામાં આવી છે. નાલાસોપારા સ્ટેશને પાણી ભરાઈ જતાં આ ટ્રેનો આગળ વધી શકે તેમ નથી. દરમિયાન હવામાન વિભાગે (Meteorological Department) લોકોને કામ સીવાય બહાર ન નીકળવાની સૂચના આપી છે.  આ પણ વાંચો : વાપીમાં સાંબેલાધાર 11.5 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોની દુકાનોમાં પાણી ભરાયાં

  ભારે વરસાદના પગલે કેટલીક ફ્લાઇટો પણ મોડી પડી છે. અમદાવાદ તરફ આવતી મોટાભાગની ફ્લાઇટો સવારે એક કલાક જેટલી મોડી પડી હોવાના અહેવાલો છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ શાળા-કૉલેજોમાં રજાની જાહેરાત કરી છે. સતત વરસાદના પગલે પાલિકાએ મીઠી નદીની આસપાસ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કર્યુ છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ મુંબઈમાં ઍવરેજ 15 ઇંચ વરસાદ પડ્યો છે.

  આ પણ વાંચો :  ડ્રાઇવિંગ લાઇસન્સ-આરસી બુક નહી હોય તો પણ નહીં લાગે દંડ, આ ઍપ ડાઉનલોડ કરો

  હવામાન વિભાગે આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગાહીની સાથે હવામાન વિભાગે 'રેડ ઍલર્ટ' જાહેર કર્યુ છે. તંત્રએ અધિકારીઓને કોઈ પણ સ્થિતિને પહોંચી વળવાના આદેશો આપ્યાં છે. રાજ્ય સરકારે પશ્ચિમ મહારાષ્ટ્રના ડેમોની સ્થિતિ પર નજર રાખવા ખાસ સૂચના આપી છે.

  નાલાસોપારામાં 12 ઇંચ વરસાદથી જળબંબાકાર
  દરમિયાન નાલાસોપારામાં 12 ઇંચ વરસાદના કાણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સ્ટેશન પર કેડ સુધીના પાણી ભરાતાં ટ્રેન વ્યવહાર રદ થયો છે. પશ્ચિમ રેલવેએ ગુજરાતથી અને ગુજરાત તરફની ત્રણ ટ્રેનો રદ કરવાની સાથે લોકલ ટ્રેનો પણ બંધ કરી છે.
  First published:September 05, 2019, 08:35 am

  टॉप स्टोरीज