Home /News /gujarat /

વરસાદને લીધે લીલા દુષ્કાળની સ્થિતિ, મગફળી, અડદ, કપાસ, તલના પાકને પારાવાર નુકસાન

વરસાદને લીધે લીલા દુષ્કાળની સ્થિતિ, મગફળી, અડદ, કપાસ, તલના પાકને પારાવાર નુકસાન

ભારે વરસાદના કારણે ખેતરમા ઉભા પાકનું ધોવાણ થયું છે.

સતત વરસી રહેલા વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં (SAURASHTRA) ઉભા પાક પાણીમાં, સરકારે ઍજન્સીને સરવે કરી રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો

    અંકિત પોપટ, રાજકોટ : સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ખેતરમાં ઉભા પાક ધોવાયા છે. સૌરાષ્ટ્રના વરસાદે લીલા દુષ્કાળની સ્થિતિ સર્જી છે. સૌરાષ્ટ્રમાં મગફળી બાદ અડદ, કપાસ, તલનાપાકને પણ પારાવાર નુકશાન થયું છે. આ મામલે સરકાર ઍક્શનમાં પણ છે. આજે કૃષિ મંત્રી આર.સી. ફળદુએ જાહેરાત કરી છે કે સરકાર ત્રણ ઍજન્સી પાસે સરવે કરાવી અને પાકની નુકશાનીનો ચિતાર મેળવશે.

    કૃષિ મંત્રી આ મામલે જણાવ્યું હતું કે ' ગુજરાતના ચારેય ખુણામાં ખૂબ સારો વરસાદ થયો છે. ઇશ્વરની કૃપા છે. લગભગ 128 ટકા વરસાદ થયો છે. એ વાત સાચી છે કે કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટી થઈ છે. લગભગ ચાર વીમા કંપની છે તેમને સૂચના આપવામાં આવી છે કે સરવે કરે. ખેડૂતોના ખરીફ પાકોને નુકશાન થયું છે. જે ખેડૂતોએ પાક વીમાના પ્રિમિયમ ભર્યા છે તેમને વળતર ચુકવવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.'

    આ પણ વાંચો : વીજળીના બીલ પર 'ભેંસ બીલ બનાવવા દેતી નથી' લખનાર રીડરને નોટિસ, મીટર કબ્જે લેવાયું

    ઉત્તર ગુજરાતમાં પણ નુકશાન

    ઉત્તર ગુજરાતમાં પણ વરસાદના કારણે નુકશાનીના દૃશ્યો સામે આવી રહ્યા છે ભાર વરસાદના કારણે બનાસકાંઠાના અનેક ગામોમાં ખેતરો પાણીમાં ગરકાવ છે. બનાસકાંઠામાં કપાસ, બાજરી, જુવારના પાકને નુકસાની છે. સતત વરસાદથી પાકને નુકસાની થવાની ભીતિ છે. જિલ્લાના યાત્રા, રડકા, રૂની, સુઈ ગામના ખેડૂતોને નુકશાની થઈ છે.



    ઉત્તર ગુજરાતમાં પણ વરસાદના કારણે નુકશાનીના દૃશ્યો સામે આવી રહ્યા છે. કપાસ, બાજરી, જુવાર, એરંડાના પાકને નુકશાન થયું છે.


    પાટણ : પાટણમાં પણ લીલા દુષ્કાળની સ્થિતિ છે. ખેડૂતોનું કહેવું છે કે કપાસ, એરંડા, કઠોળને નુકશાની છે. ખેડૂતોએ માંગણી કરી હતી કે સરકાર કઈ વળતર આપે તો જ નુકશાનીને પહોંચી વળાય તેમ છે. સરકારે ત્વરીત ઘાસચારાની વ્યવસ્થા પણ કરવી પડે તેવી સ્થિતિ છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Saurashtra, ગુજરાત, વરસાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन