Home /News /gujarat /આ તો શરૂઆત છે! સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હજુ બે દિવસ આગાહી

આ તો શરૂઆત છે! સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હજુ બે દિવસ આગાહી

પ્રતિકાત્મક તસવીર

    શિયાળો પૂર્ણ થતાની સાથે જ રાજ્યમાં આકરા તાપની શરૂઆત થઇ ગઇ છે. હવામાન ખાતાની આગાહી બાદ રાજ્યમાં હિટવેવની સ્થિતિ સર્જાઇ છે. જેમાં ગુરુવારે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. અહીં મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી નોંધાયું હતું

    રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. મોટા ભાગના જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને આસપાસ પહોંચી ગયો છે. ખાસ કરીને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી પડી રહી છે. અહીં ગુરુવારે તાપમાનનો પારો 41.3 ડિગ્રી સુધી પહોંચી ગયો જે રાજ્યમાં સૌથી વધુ હતો. ત્યારબાદ ભુજ કંડલા એરપોર્ટનું તાપમાન 40.4 ડિગ્રી નોંધાયું હતું. અમરેલી 40.8 ડિગ્રી, વડોદરા 40.3 ડિગ્રી, ડિસા 40.2 ડિગ્રી, જ્યારે અમદાવાદ, સુરતમાં 39.8 ડિગ્રી, રાજકોટમાં 39.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

    અહીં ક્લિક કરી વાંચોઃ ચેન્નાઈની જીત પર બ્રાવોનો મોટો ખુલાસો, જાણી - તમામ IPL ટીમને આવી જશે ચક્કર!

    આ પહેલા બુધવારે રાજ્યના હવામાન ખાતાએ આગાહી કરી હતી કે બે દિવસ હિટવેવ અનુભવાશે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, દ.ગુજરાતમાં ગરમ પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાતના તાપમાનમાં એક જ દિવસમાં સીધો જ 5 ડિગ્રીનો વધારો નોંધાયો છે. દિવસનો પારો 40 ડિગ્રી અને રાતનો પારો 23 ડિગ્રી રહ્યો હતો. હવામાં ભેજનું પ્રમાણ પણ ઘટીને 20 ટકા જેટલુ થઈ ગયું છે. લોકોને પરસેવે રેબઝેબ થવાનો વારો આવી ગયો છે. આમ, ગુજરાતના મોટાભાગના શહેરોનું તાપમાન વધી ગયું છે, જેને કારણે લોકો દિવસે કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.

    ગરમીમાં પહેલેથી જ રહો સાવધાન

    - સવારના નાસ્તામાં જ્યુસ અને ગ્રીન વેજિટેબલ્સમાંથી બનેલી ડિશથી દિવસની શરૂઆથ કરો.
    - ઘરમાંથી બહાર નીકળતા પહેલા વધુ માત્રામાં પાણી પીઓ. લન્ચ બપોરે 11:30-થી 12:30ની વચ્ચે લેવાનું રાખો. લન્ચમાં ગ્રીન સલાડ અને દહીં સામેલ કરો.
    - સાંજે થોડા ડ્રાયફ્રુટ્સ, ફ્રૂટ ચાટ કે મિલ્ક શેક લો, આનાથી બોડીને એનર્જી મળશે.
    - ચા-કોફીનો ઉપયોગ સવારે જ કરો બાકી દિવસ દરમિયાન જ્યુસને ચા-કોફીના વિકલ્પમાં અપનાવો.
    - ઉંઘવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલા રાતનું ભોજન લઇ લેવું. તેમાં વધારે મસાલેદાર ફૂડનો ઉપયોગ કરવાનું ટાળો.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Districts, Heatwave, Summer, Temperature

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन