Home /News /gujarat /

હાર્દિક પટેલને કઠોર કોર્ટમાં 10મીની મુદ્દત પડી,અલ્પેશ કથીરિયા સામે બેલેબલ વોરંટ

હાર્દિક પટેલને કઠોર કોર્ટમાં 10મીની મુદ્દત પડી,અલ્પેશ કથીરિયા સામે બેલેબલ વોરંટ

સુરતઃ સુરત જીલ્લા ના કામરેજ નજીક હાઈ વે ચક્કાજામ મામલે હાર્દિક પટેલ ને જામીન બાદ ફરી કઠોર કોર્ટ માં ૨૨ મી માર્ચની તારીખ હતી . હાર્દિકને અન્ય કોર્ટમાં રજુ કરવા લઈ જવાયો હોવાથી હાર્દિકના વકીલ હાજર રહ્યા હતા . અને આગામી ૧૦ મી મેની તારીખ પડી હતી . જોકે અન્ય આરોપી અલ્પેશ કથીરિયા જામીન બાદ હાજર નહિ રેહતા તેની વિરુદ્ધ બેલેબલ વોરંટ જાહેર કરાયું હતું .

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
સુરતઃ સુરત જીલ્લા ના કામરેજ નજીક હાઈ વે ચક્કાજામ મામલે હાર્દિક પટેલ
ને જામીન બાદ ફરી કઠોર કોર્ટ માં ૨૨ મી માર્ચની તારીખ હતી . હાર્દિકને
અન્ય કોર્ટમાં રજુ કરવા લઈ જવાયો હોવાથી હાર્દિકના વકીલ હાજર રહ્યા હતા .
અને આગામી ૧૦ મી મેની તારીખ પડી હતી . જોકે અન્ય આરોપી અલ્પેશ કથીરિયા જામીન બાદ હાજર નહિ રેહતા તેની વિરુદ્ધ બેલેબલ વોરંટ જાહેર કરાયું હતું .

૧૮ ઓક્ટોબર ના રોજ રાજકોટ વનડે મેચ દરમિયાન હાર્દિક ની અટકાયત
મામલે સુરત જીલ્લાના કામરેજ તોલ નાકા નજીક હાઈવે ચક્કા જામ કરાયું હતું .જેમાં  પાસ ના કન્વીનર અલ્પેશ કથીરિયા ની આગેવાનીમાં ચક્કાજામ કરાયું હતું . જે મામલે હાર્દિક પટેલનો કઠોર કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો . ૪
વાર તારીખ પડ્યા બાદ ગત બીજી ફેબ્રુઆરીના રોજ હાર્દિક પટેલને જામીન પર
મુક્ત કરાયો હતો. જો કે તેની પર અન્ય ગંભીર આરોપ હોવાથી હાર્દિક હાલ જેલમાં જ કેદ છે.

બાદમાં વધુ સુનાવણી અંગે ૨૨ મી માર્ચ તારીખ પડી હતી .
જોકે આજે અન્ય કેશ માં હાર્દિક ને અન્ય કોર્ટ માં લઈ જવાતા હાર્દિક ના
વકીલ હાજર રહ્યા હતા અને જ્યાં કોર્ટ કાર્યવાહી દરમિયાન આગામી ૧૦ મી મેં
ની તારીખ અપાઈ હતી .

જ્યાં સુધી કામરેજ ના કેશ ને લાગે વળગે છે ત્યાં સુધી હાર્દિક સહીત કુલ ૧૭ પાસ ના યુવાનો વિરદ્ધ કાર્યવાહી કરાઈ હતી . જોકે સુરત પાસ ના
કન્વીનર અલ્પેશ કથીરિયા પણ હતા . જેને પણ જામીન મળી ગયા બાદ એક પણ વાર કઠોર કોર્ટ કાર્યવાહીમાં હાજર નહિ રહેતા આજે કોર્ટ દ્વારા અલ્પેશ
કથીરિયા વિરુદ્ધ સમન્સ જાહેર કરી બેલેબલ વોરંટ કાઢ્યું હતું . અને અલ્પેશ
ને પણ અગામી ૧૦ મી મેં  ના રોજ કઠોર કોર્ટ માં હાજર રહેવા જણાવ્યું હતું
First published:

Tags: અનામત આદોલન, ચક્કાજામ, પાટીદાર આંદોલન, પાટીદાર નેતા, વોરંટ, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन