રોગચાળાને લઇને આરોગ્ય વિભાગ ચિંતિત

Parthesh Nair
Updated: August 22, 2015, 12:32 AM IST
રોગચાળાને લઇને આરોગ્ય વિભાગ ચિંતિત
અમદાવાદઃ રોગચાળાને લઇને આરોગ્ય વિભાગ ચિંતિત

અમદાવાદઃ રોગચાળાને લઇને આરોગ્ય વિભાગ ચિંતિત

  • Share this:
અમદાવાદઃ રોગચાળાની ઝપટમાં શહેરીજનો સિવિલમાં આજે ડેન્ગ્યૂના વધુ 9 કેસ નોંધાયા છે. સ્વાઈન ફ્લુનો એકપણ કેસ ન નોંઘાતા તંત્રને રાહત. જોકે સૌથી વધુ મોત ન્યૂમોનિયાથી થયાં. ઓગસ્ટમાં જ ન્યૂમોનિયાથી મૃત્યુદર 90 ટકાથી વધુ, 30 કેસમાંથી 23ના મોત. ન્યૂમોનિયાથી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં રોગચાળાની ઝપટે ચડેલાં શહેરીજનોનો આંકડો કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. આજની જ ડેન્ગ્યૂ કેસોની વાત કરીએ તો સિવિલમાં આજે વધુ 9 કેસ નોંધાયા છે, જેને પગલે ઓગસ્ટ માસમાં ડેન્ગ્યૂ કેસનો આંકડો 91 પર પહોંચી ગયો છે. જોકે ડેન્ગ્યૂના કારણે એકપણ મૃત્યુ નોંઘાયું નથી. જ્યારે આશ્ચર્યજનકપણે આંકડાઓ પર નજર નાંખીએ તો ન્યૂમોનિયાથી મોતને ભેટનારા દર્દીઓનું પ્રમાણ 90 ટકા જેટલું ઊંચું નોંઘાઈ રહ્યું છે. સિવિલમાં વિવિધ રોગોની સારવાર લેતાં દર્દીઓ અને મૃત્યુની વાત કરીએ તો 21 ઓગસ્ટ સુધીની આ સ્થિતિ આરોગ્ય વિભાગ માટે ચિંતાજનક છે.

21 ઓગસ્ટ સુધી સિવિલમાં રોગચાળાના દર્દીઓની માહિતીઃ

- ડેન્ગ્યૂ કુલ 91 કેસ એકપણ મોત નહીં

- સ્વાઈન ફ્લુમાં 15 ઓગસ્ટે એક મહિલાનું મોત
- ન્યૂમોનિયામાં 30 કેસ, 23ના મરણ નીપજ્યાં
- વાયરલ ઈન્ફેક્શનના 5 કેસમાં 4 દર્દીના મોત- કમળાના 185 કેસ જેમાં 8ના મરણ થયાં
- ઝાડાઉલટીના 56 કેસ જેમાં એકનું મોત નોંધાયું
- ઝેરી મેલેરીયાના 9 કેસ જેમાં 1 મોત
- શરદીખાંસીના 31 કેસ જેમાં કોઈ મોત નહીં
- સાદા તાવના 82 કેસ કોઈ મોત નહીં
- ટાઢીયા તાવના 136 કેસ જેમાં કોઈ મૃત્યુ નહીં
First published: August 22, 2015, 12:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading