પીએમ મોદીએ ઓબામાને જે ચિત્ર ભેટ આપેલું તે રોગાન કલાને જીવાડનાર કલાકારને પદ્મ શ્રી એનાયત

અબ્દુલ ગફુર ખત્રીની ફાઇલ તસવીર

ગુજરાતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને પદ્મ એવોર્ડ એનાયત કરાયા. અબ્દુલ ગફુર ખત્રીને ચિત્ર અને કળામાં પ્રદાન બદલ પદ્મ શ્રી એનાયત

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: 70માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા પદ્મ એવોર્ડમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોને તેમના પ્રદાન માટે પદ્મ એવોર્ડ એનાયત કરાયા છે. ચિત્ર અને કળામાં કચ્છના નીરોણાના ખત્રી પરિવારનું અનેરૂ પ્રદાન છે. આ પરિવારે 300 વર્ષની જુની રોગાન કળાને જીવાડી છે. રોગાન કળાને આજના યુગમાં જીવંત રાખનાર આ પરિવારના વડા અબ્દુલ ગફુર ખત્રીને પદ્મ શ્રી એનાયત કરાયો છે.

  અબ્દુલ ગફુર ખત્રીનો પરિવાર કચ્છના નીરોણા ગામમાં વસે છે. આ પરિવાર મૂળ પર્શિયા અને પાકિસ્તાનથી આવેલી રોગાન કળાને વરેલો છે. અબ્દુલ ગફુર ખત્રી આ પરિવારના વડા છે. તેમની કલાકારી દેશ વિદેશમાં ચિત્રોથી લઈને વસ્ત્રોના મારફતે જાણીતી થઈ છે. અમેરિકાના તત્કાલીન રાષ્ટપતિ બરાક ઓબામાં જ્યારે ભારતની મુલાકાતે આવેલા ત્યારે વડા પ્રધાન મોદીએ તેમને અબ્દુલ ગફુર ખત્રી દ્વારા તૈયાર કરાયેલા રોગન આર્ટનું ચિત્ર ભેટમાં આપ્યું હતું.

  આ પણ વાંચો પદ્મશ્રી મેળવનાર 99 વર્ષના કટાર લેખક નગીનદાસ સંઘવી કોણ છે?

  અબ્દુલ ગફુર ખત્રીએ તેમના પિતા પાસેથી રોગાન કળા શીખી હતી. આ પરિવાર 46 વર્ષથી રોગાન કળા સાથે જોડાયેલા છે. અબ્દુલ ગફાર ખત્રીને વર્ષ 1987માં રોગાન કળા બદલ નેશનલ એવોર્ડ મળ્યો હતો. એક સમયે ફક્ત ગૃહ શોભાના કપડાઓમાં વપરાતી રોગાન કળાને અબ્દુલ ગફુર ખત્રીના પરિવારે ઇન્ટરનેશનલ લેવલ પર પહોંચાડી છે.

  સાબરમતી રિવરફ્રન્ટના આર્કિટેક્ટ બિમલ પટેલને પદ્મી શ્રી એનાયત
  Published by:Jay Mishra
  First published: