Home /News /gujarat /વાંકાનેરઃ મંદિર પાસેથી યુવકનું ધડ અને માથું અલગ મળ્યું, બલીની આશંકા!

વાંકાનેરઃ મંદિર પાસેથી યુવકનું ધડ અને માથું અલગ મળ્યું, બલીની આશંકા!

પ્રતિકાત્મક તસવીર

વાંકાનેરના સરતાપર માર્ગ ઉપર મેલડી માતાજીના મંદિર પાસેથી ગળું કાપી નાખેલી હાલતમાં બિહારી યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો.

    ન્યૂઝ18ગુજરાતીઃ વાંકાનેરના સરતાપર માર્ગ ઉપર મેલડી માતાજીના મંદિર પાસેથી ગળું કાપી નાખેલી હાલતમાં બિહારી યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો. અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પાસેથી મીઠું પણ મળી આપતા તર્કવિતર્ક થઇ રહ્યા છે. બલી ચડાવવામાં આવી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

    સરતાનપર માર્ગ ઉપર આવેલા મેલડી માતાજીના મંદિર પાસેથી ગળુ કાપી નાખેલી હાલતમાં યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની સ્થાનિક લોકોએ સવારે પોલીસને જાણ કરી હતી. ટોકો સિરામીકમાં કામ કરતા અને ત્યાં જ રહેતા મૂળ બિહારના ધમનીયા ગામનો રહેવાસી મુન્ના લલન ચૌબેનો મૃતદેહ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

    જેને કોઇ કારસર ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ગળુ કાપી હત્યા કરી નાખવામાં આવી હતી. ધડ અને માથું અલગ હાલતમાં મળી આવતા ક્રૂરતાપૂર્વક કોઇ અજાણ્યા શખસે હત્યા કરી હોવાની દિશામાં પોલીસ તપાસ શરૂ કરવામાં આવી હતી.

    જોકે, હત્યારા અને હત્યાનું કારણ શોધવા વિવિધ દિશામાં તપાસ શરૂ કરાઇ છે. મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

    આ બાબતે પીઆઇ ગોહિલે જણાવ્યું હતું કે, જો બલી ચડાવાઇ હોય તો મંદિર પાસે ચડાવવામાં આવે પણ ત્યાં કોઇપણ પ્રકારના લોહીના ડાઘા કે અન્ય કંઇ પ્રાથમિક તપાસમાં મળી આવ્યું નથી. તેમ છતાં આ બાબતે હાલ કંઇ કહેવું વ્હેલુ કહેવાશે. સાચું કારણ આગળની તપાસમાં બાદ જાણવા મળશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Saurashtra, Wankaner

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन