Home /News /gujarat /

ગાંધીનગર : આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ કરવા બીજેપીની ઓફિસ પહોંચ્યા, ઘર્ષણ થતા વાતાવરણ ઉગ્ર

ગાંધીનગર : આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ કરવા બીજેપીની ઓફિસ પહોંચ્યા, ઘર્ષણ થતા વાતાવરણ ઉગ્ર

આપના કાર્યકરો ભાજપના (BJP)પ્રદેશ કાર્યાલય કમલમ (Kamalam)ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા

head clerks exam paper leaked - હેડ ક્લાર્કની પરીક્ષાના પેપરલીક કાંડ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ (AAP) અને કાર્યકરો ભાજપના (BJP)પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા

    ગાંધીનગર : હેડ ક્લાર્કની પરીક્ષાના (head clerks exam)પેપરલીક કાંડ (GSSSB head clerks exam paper leaked)મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ (AAP) અને કાર્યકરો ભાજપના (BJP)પ્રદેશ કાર્યાલય કમલમ (Kamalam)ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો આમને સામને આવી જતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું. જ્યાં પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો. પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સહિત કેટલાક કાર્યકરો ઇજાગ્રસ્ત થવાની માહિતી છે. પોલીસે ઇસુદાન ગઢવી સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી છે.

    બીજી તરફ ભાજપની મહિલા કાર્યકર દ્વારા આપના નેતા નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મેં પોલીસ ફરિયાદ આપી છે. ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ આ લોકોએ ખૂબ તોડફોડ કરી નખ માર્યાં છે. ખૂબ અભદ્ર વર્તન કર્યું છે.

    આ પણ વાંચો - Paper Leak: હેડ ક્લાર્ક પેપરલીક કાંડમાં થયો નવો ખુલાસો, પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર થયું હતું લીક

    ભાજપની મહિલા કાર્યકરની અરજી મળતાની સાથે પોલીસે ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને પ્રવીણ રામની અટકાયત કરી છે. તેમને સીધા જ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે ખસેડવામાં આવ્યા હતા.



    દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આ ઘટના પર ટ્વિટ કર્યું છે. કેજરીવાલે ટ્વિટ કર્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પર બર્બરતાપૂર્ણ હુમલો ઘણો નિંદનીય છે, જનતાના હકના અવાજને આવી રીતે લાકડી-દંડાઓ કે તાનાશાહીથી દબાવી શકાય નહીં.

    આ પણ વાંચો - Weather in Gujarat: અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યારે છે માવઠાની શક્યતા

    ગુજરાત આપના પ્રવક્તા મિહિર પટેલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પર ગુજરાતના યુવાનો માટે અવાજ ઉઠાવવાના ગુનામાં પોલીસ અને ભાજપના ગુંડાઓ દ્વારા અમાનુષી હુમલો કરવામાં આવ્યો છે.

    હેડ ક્લાર્ક પેપર લીક કાંડ મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાત અને યુથ વિંગ દ્વારા કોબા સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના રાજ્ય કક્ષાના હોદ્દેદારો જોડાયા હતા. તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પેપર કાંડ મુદ્દે ચેતવણી પત્ર આવા માટે પહોંચ્યા હતા. જ્યાં આ બબાલ થઇ હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Head clerks exam, આમ આદમી પાર્ટી, પેપર લીક, ભાજપ

    આગામી સમાચાર