Home /News /gujarat /

Paper Leak: હેડ ક્લાર્કની પરીક્ષા રદ થવી જોઈએ કે નહીં, જાણો શું કહી રહ્યા છે નિષ્ણાંતો

Paper Leak: હેડ ક્લાર્કની પરીક્ષા રદ થવી જોઈએ કે નહીં, જાણો શું કહી રહ્યા છે નિષ્ણાંતો

જો આ પરીક્ષા રદ થશે તો તેની પાછળ જે જે ભરતી પ્રક્રિયા માટેની પરીક્ષાઓ આવી રહી છે તે તમામ મોડી થશે (પ્રતિકાત્મક તસવીર)

GSSSB head clerks exam paper leaked - પરીક્ષા રદ કરી ફરીથી લેવાવી જોઈએ કે નહીં તે મામલે ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે હજુ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષા રદ (head clerks exam paper)કરવા અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી

અમદાવાદ : ગત 12 ડિસેમ્બરના રોજ ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Gaun Seva Pasandgi Mandal)દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક (GSSSB head clerks exam paper leaked)થતા હાલ આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બે વર્ષથી હેડ ક્લાર્કની પરીક્ષા (Paper Leak)માટે મહેનત કરી રહેલા વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. તેવામાં હવે પરીક્ષા રદ કરી ફરીથી લેવાવી જોઈએ કે નહીં તે મામલે ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે હજુ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષા રદ (head clerks exam paper)કરવા અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ નિષ્ણાંતો માની રહ્યા છે કે આ પરીક્ષા રદ કર્યા વગર આગળ વધવું જોઈએ.

રાજ્યમાં પેપર લીક થવાની આ પહેલી ઘટના નથી. અગાઉ વર્ષ 2014થી અત્યાર સુધીમાં અનેકવાર અલગ અલગ ભરતી પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટનાઓ બની છે. પેપર લીક થવાની ઘટના બાદ આ પરીક્ષા રદ કરી તેને પરત લેવામાં આવતી હોય છે. પણ હવે આ વખતે હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. જોકે આ ઘટનાનો પર્દાફાશ પરીક્ષા લેવાઈ ગયા પછી થયો છે અને પેપર લીક કાંડમાં સંડોવાયેલા ષડ્યંત્રકારો પોલીસના સકંજામાં આવી ગયા છે. ત્યારે હવે આ પરીક્ષા રદ થવી જોઈએ નહીં તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.

આ પણ વાંચો - Paper Leak: હેડ ક્લાર્ક પેપરલીક કાંડમાં થયો નવો ખુલાસો, પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર થયું હતું લીક

આ અંગે ગઢવી એકેડેમીના સંચાલક પ્રફુલભાઈ ગઢવી જણાવે છે કે પાછલા છ વર્ષમાં 7થી 8 વાર પેપર ફૂટ્યા છે. 2014માં ચીફ ઓફિસરનું, 2015માં તલાટીનું પેપર, 2016માં જિલ્લા પંચાયત તલાટીનું પેપર ફૂટયૂ હતું. 2018માં ચાર ચાર વાર પેપર ફૂટવાની ઘટના બની હતી. પેપર ફૂટવાની સાથે સાથે વિદ્યાર્થીઓનુ નસીબ પણ ફૂટી જાય છે. જો આ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવશે તો તેની સીધી અસર વિધાર્થીઓના માનસ પર થતી હોય છે.

જો આ પરીક્ષા રદ થશે તો તેની પાછળ જે જે ભરતી પ્રક્રિયા માટેની પરીક્ષાઓ આવી રહી છે તે તમામ મોડી થશે. અને એટલામાં જો 2022ની વિધાનસભા ચૂંટણી માટેની આચાર સહિતા લાગુ પડી ગઈ તો બધી જ પરીક્ષા અટવાઈ જશે. એકવાર ચૂંટણી પતિ ગયા પછી એ ભરતી પ્રક્રિયા ફરી ક્યારે થશે તે નક્કી નથી. જેથી મોટાભાગના ઉમેદવારો પણ પરીક્ષા રદ કરવાના તરફેણમાં નથી. ઉલટાનું ઉમેદવારો પણ પરીક્ષા રદ કરવા કરતાં આ ભરતી પ્રક્રિયા કરી આગળની ભરતી માટે તૈયારીઓ કરવામાં માની રહ્યા છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Head clerks exam, Paper leak, ગુજરાત

આગામી સમાચાર