દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, વલસાડમાં NDRFની ટીમ સ્ટેન્ડ બાય

News18 Gujarati
Updated: June 30, 2019, 3:37 PM IST
દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, વલસાડમાં NDRFની ટીમ સ્ટેન્ડ બાય
વલસાડમાં ભારે વરસાદના કારણે કપરાડામાં નદીઓ બે કાંઠે વહી હતી.

વલસાડમાં ઓરંગા, પાર કોલટ સામાન્ય સ્થિતીમાં, અંબિકા નદીમાં નવા નીરની આવક, 48 કલાક ભારે વરસાદની આગાહી

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના પગલે ઠેર ઠેર નદીઓમાં પુર આવ્યા છે. નવા નીરની આવક થતાં લોકોમાં ખુશહાલીનો માહોલ છે તો હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ વલસાડમાં ભારે વરસાદ પડ્યો હતો. ડાંગર અને શાકભાજીને પાણીની ખૂબ જરૂરિયાત હોય છે ત્યારે આ વરસાદના પગલે લોકોમાં ખુશીનો માહોલ છે.

સુરતના માંડવીનો ગોધા ડેમ છલકાયો છે. સુરત ઉપરાંત બારડોલીના તાલુકાઓમાં પણ મધ્યમ વરસાદ વરસ્યો છે. વલસાડમાં ધોધમાર વરસાદના પગલે સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું છે. વલસાડના કપરાડા, ધમરપુરમાં ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓ છલકાયા છે. ભારે પાણીના કારણે લો લેવના કોઝ-વે પર પાણી ફરી વળ્યા છે. વલસાડના જિલ્લા અને શહેરી વિસ્તારોમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.

આ પણ વાંચો :  ડાંગના પ્રથમ આદિવાસી વિદ્યાર્થીને IIT-દિલ્હીમાં એડમિશન મળ્યું

કપરાડામાં ભારે વરસાદના કારણે કરજોડ, કેતકી અને ઉંબરી ગામ સંપર્ક વિહોણા થયા છે. અંબિકા નદીમાં નવા નીરની આવક થઈ છે તો ડાંગનો ગીરા ધોધ સોળે કલાએ ખીલી ઉઠ્યો છે.

વલસાડમાં NDRF સ્ટેન્ડ બાય
વલસાડના તાપીમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડતા NDRFની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. વલસાડ જિલ્લા કલેક્ટર સી.આર. ખરસાણે જણાવ્યું હતું કે ચાલુ વરસાદે કોઝ-વેનો ઉપયોગ ન કરવો, નદીના પટમાં અચાનક પાણી આવવાની શક્યતા હોવાના કારણે નદીમાં ન જવું જોઈએ. વલસાડીની ઓરંગા, પાર અને કોલટ નદીઓ સામાન્ય સ્થિતીમાં છે.આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ, કપરડામાં સૌથી વધુ 7.6 ઈંચ નોંધાયો

ચેક ડેમ ઑવરફ્લો
વલસાડ શહેરને પાણી પુરૂ પાડતો વોટરવર્ક્સ ચેકડેમ ભારે વરસાદના કારણે ઑવરફ્લો થયો છે. વલસાડની પાર નદીમાં પુર આવતા લોકો નદીના પટમાં જઈને સેલ્ફી લેતા નજરે પડ્યા હતા.
First published: June 30, 2019, 3:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading