Home /News /gujarat /હરિયાણા, ઝારખંડ જેવી ઘટના ગુજરાતમાં, બોરસદમાં ટ્રકે પોલીસકર્મીને કચડી માર્યો

હરિયાણા, ઝારખંડ જેવી ઘટના ગુજરાતમાં, બોરસદમાં ટ્રકે પોલીસકર્મીને કચડી માર્યો

ગુજરાતના બોરસદમાં પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો

Borsad Police death : ગુજરાત (Gujarat)ના બોરસદ (Borsad) માં પોલીસ કોન્સ્ટેબલ (Police kill) પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. શંકાસ્પદ વાહનોને રોકવાનો પ્રયાસ કરતા પોલીસ જવાનોએ જીવ ગુમાવ્યો છે. આવા કિસ્સાઓ અગાવ હરિયાણા અને ઝારખંડમાં પણ સામે આવ્યા છે.

વધુ જુઓ ...
  Borsad Crime : રાજ્યમાં પોલીસકર્મી પર હુમલા (Police Murder) ની ઘટના અવારનવાર બનતી રહે છે. ભુમાફિયાઓને જાણે પોલીસનો ડર લાગતો જ ના હોય તે રીતે બેફામ બન્યા છે. આવીજ એક ઘટના હાલમાં ગુજરાત (Gujarat) માં બની છે અને તેનો કરુણ અંજામ આવ્યો. ગુજરાતના બોરસદમાં પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના એક શંકાસ્પદ ટ્રકે પોલીસકર્મી કિરણ રાજ (Kiran Raj) ને કચડી નાખ્યો હતો. ત્યાર બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસકર્મી કિરણ રાજનું સારવાર દરમિયાન મોત થયું હતું.

  સમાચાર એજન્સી ANIના એક સમાચાર અનુસાર, આણંદના DSP અજીત રાયે જણાવ્યું કે ટ્રકના ડ્રાઈવરની ઓળખ થઈ ગઈ છે. જે બાબતે વધુ તપાસ ચાલુ છે. હમણાં જ હરિયાણા અને ઝારખંડમાં આવા કિસ્સાઓ સામે આવ્યા છે. જ્યારે શંકાસ્પદ વાહનોને રોકવાનો પ્રયાસ કરતા પોલીસ જવાનોએ જીવ ગુમાવ્યો છે.

  ઝારખંડના રાંચીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંધ્યા ટોપનોને એક શંકાસ્પદ વાહને કચડી નાખ્યો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. હરિયાણાના નૂહ જિલ્લામાં માઈનિંગ માફિયાઓની ગતિવિધિઓ પર લગામ લગાવવાનો પ્રયાસ કરતી વખતે ડીએસપી સુરેન્દ્ર સિંહનું મોત થયું હતું. ખનન માફિયાઓએ DSP સુરેન્દ્ર સિંહ પર ડમ્પર ચડાવીને હત્યા નિપજાવી હતી.

  આ પણ વાંચોમાઇનિંગ માફિયાએ ડંપરથી કચડવાનો મામલો: DSP 3 મહિના બાદ થવાના હતા નિવૃત્ત, ભાઈએ જણાવી તમામ વાત

  રાંચીના એસએસપી કિશોર કૌશલે સબ-ઇન્સ્પેક્ટર સંધ્યા ટોપનોની હત્યા અંગે માહિતી આપતા કહ્યું કે ગુમલાથી એક શંકાસ્પદ વાહન રાંચી પહોંચી રહ્યું હોવાની માહિતી મળી હતી. તેથી સબ-ઇન્સ્પેક્ટર સંધ્યા ટોપનોના નેતૃત્વમાં પોલીસ ચેકપોસ્ટ તૈનાત કરવામાં આવી હતી. જ્યારે સબ ઈન્સ્પેક્ટર વાહન રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમને વાહને કચડી નાખ્યા હતા. ઈજાગ્રસ્ત થયા બાદ સંધ્યા ટોપનોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. એસએસપી કિશોર કૌશલે કહ્યું કે વાહન જપ્ત કરી લેવામાં આવ્યું છે અને ડ્રાઈવરની પણ ધરપકડ કરવામાં આવી છે. તે વાહનની અંદર અન્ય એક વ્યક્તિ હાજર હતો, જેની શોધ ચાલુ છે. શક્ય તેટલી વહેલી તકે તપાસ પૂર્ણ કરવા અને દોષિતોને વહેલી તકે સજા મળે તેવા પ્રયાસો કરવામાં આવશે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Borsad, Gujarat Crime, Gujarat Crime News, Gujarat police, Gujarati news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन