'...ખેડૂનાં દીકરાને બાયું ચઢાવતા કરી દઉં'

"આ સરકારમાં ગેસના  બાટલાના ભાવ 350થી 800 થયા, પરંતુ કપાસના ભાવ 800થી 1500 નથી થયા. વાંક મારો અને તમારો છે આપણે ખરાબ મુખ્યમંત્રી ને ચૂંટી ને મોકલ્યા છે.

"આ સરકારમાં ગેસના  બાટલાના ભાવ 350થી 800 થયા, પરંતુ કપાસના ભાવ 800થી 1500 નથી થયા. વાંક મારો અને તમારો છે આપણે ખરાબ મુખ્યમંત્રી ને ચૂંટી ને મોકલ્યા છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી :

  પૂર્વે કરેલી જાહેરાત અનુસાર આજે 'પાસ' નેતા હાર્દિક પટેલે આજે ગાંધી જયંતિએ મોરબીના બગથળા ગામે પ્રતીક ઉપવાસ શરુ કર્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત લોકો સમક્ષ ઉદબોધન કરતા હાર્દિકે જણાવ્યું હતું કે, " ચાર માંગણીઓ માટે આજે પ્રતીક ધરણા કરવામાં આવ્યા છે. છેલ્લું 1 વર્ષ મોરબી માટે કપરું રહ્યું. મોરબીમાં પીવાના પાણી અને સિંચાઇના પાણીની તકલીફ પડી રહી છે.

  પાણીની તકલીફ છતાં મોરબી જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરાયો નથી.ગુજરાતના 200 તાલુકામાં 1 દિવસ પણ જો હું ઉપવાસ કરું તો ખેડુના દીકરાને બાયું ચઢાવતા કરી દઉં"

  તેણે ઉમેર્યું હતું કે, "આ સરકારમાં ગેસના  બાટલાના ભાવ 350થી 800 થયા, પરંતુ કપાસના ભાવ 800થી 1500 નથી થયા. વાંક મારો અને તમારો છે આપણે ખરાબ મુખ્યમંત્રી ને ચૂંટી ને મોકલ્યા છે.

  ગુજરાતમાં સાત દિવસમાં 5 ખેડૂતો એ આત્મહત્યા કરી. સરકારે 10 કલાક વીજળી ની જાહેરાત કરી છે, પરંતુ 5 કલાક જ ગુજરાતમાં વીજળી મળે છે ? ચાર વર્ષ પહેલા ડીએપી ખાતરનો ભાવ 750 હતો. આજે 1400 પર પહોંચ્યો છે. હું દાવો કરું છું આ સરકાર 2700 સુધી પહોંચાડશે"

  ઉલ્લેખનીય છે કે, હાર્દિકના કાર્યક્રમમાં ખેડૂત નેતા તેમજ પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા પણ હાજર રહ્યા હતા. હાર્દિકના પ્રતિક ઉપવાસ આંદોલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હાર્દિકે કહ્યું હતું કે અમે આ લડાઈને ક્રાંતિ અને અહિંસાના માર્ગે ચલાવવાનો સંકલ્પ લીધો છે. આ કાર્યક્રમાં રાજ્યના દરેક તાલુકાઓ સુધી જશે.

  આ અંગે હાર્દિકે ટ્વિટ કરીને લખ્યું છે કે, "પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મ જયંતિના દિવસથી મોરબીમાં સામાજિક ન્યાય અને ખેડૂતોની દેવામાફીની માંગણી સાથે એક દિવસનો ધરણા કાર્યક્રમ શરૂ થશે. ગુજરાતના મુખ્ય 28 જિલ્લા અને 150થી વધારે તાલુકાઓમાં આ કાર્યક્રમ થશે. ગામડે ગામડે લોકક્રાંતિનું આહવાન થશે."

  ગાંધી જયંતિએ હાર્દિક પટેલે ટ્વિટ કરતા લખ્યું છે કે, "સમાજમાં ફેલાયેલી ધૃણા, હિંસા અને સાંપ્રદાયિકતાથી દેશને બચાવવાનું એકમાત્ર હથિયાર સત્ય અને અહિંસા છે. હું પૂજ્ય બાપુના ચીંધ્યા માર્ગે ચાલવાનો પ્રયાસ કરીશ. સત્ય અને અહિંસાની લડાઈથી લોકોના મૌલિક અધિકારોની વાત કરીશ."

  આ પહેલા હાર્દિક પટેલ 19 દિવસ સુધી ઉપરની ત્રણેય માંગણીઓને લઈને પ્રતિક ઉપવાસ કરી ચુક્યો છે. જોકે, સમાજના આગેવાનોની સમજાવટ બાદ હાર્દિક પટેલે 19માં દિવસ બાદ પારણા કરી લીધા હતા. ઉપવાસ દરમિયાન તબિયત લથડતા હાર્દિક પટેલને બે દિવસ માટે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો હતો. અંતે પાટીદારની છ મુખ્ય સંસ્થાઓના આગેવાનોની સમજાવટ બાદ હાર્દિકે પારણાં કરી લેવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન સરકાર તરફથી હાર્દિકને મળવા માટે કોઈ જ પ્રતિનિધિ પહોંચ્યા ન હતા.

  આ પણ વાંચો : મોરબીથી હાર્દિકે શરૂ કર્યા પ્રતિક ઉપવાસ, કહ્યુ- 'ગાંધી માર્ગે લડાઈ લડીશ'

  Also watch video :

  Published by:sanjay kachot
  First published: