Home /News /gujarat /કોંગ્રેસમાંથી હાર્દિક પટેલના સમર્થક નિખિલ સવાણીનું રાજીનામું, કહ્યું- કૉંગ્રેસમાં હાર્દિકની રાજકીય હત્યા માટે કાવતરું ઘડાયું

કોંગ્રેસમાંથી હાર્દિક પટેલના સમર્થક નિખિલ સવાણીનું રાજીનામું, કહ્યું- કૉંગ્રેસમાં હાર્દિકની રાજકીય હત્યા માટે કાવતરું ઘડાયું

કોંગ્રેસમાંથી હાર્દિક પટેલના સમર્થક નિખિલ સવાણીનું રાજીનામું, કહ્યું- હાર્દિકનું કોંગ્રેસમાં રાજકિય હત્યા માટે કાવતરું

નિખિલ સવાણીએ કહ્યું- યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં પ્રમુખ બનાવવા માટે મેમ્બરશિપ કરવામાં આવી રહી છે જે ફક્ત અને ફક્ત પૈસા ભેગા કરવા માટે કરવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટ દેખાય છે

અમદાવાદ : કોંગ્રેસ પ્રદેશ (Congress) સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ (Hardik Patel) ના સૌથી નજીક ગણાતા અને યુથ કોંગ્રેસના ઉપ પ્રમુખ નિખિલ સવાણીએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું( Nikhil Savani resigns) આપ્યું છે. નિખિલ સવાણીએ (Nikhil Savani) કોંગ્રેસના નેતાઓ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતુ કે બે દિવસ પહેલા જે કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સહિત નેતાઓ હાજરીમાં જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ છે. આ ઘટના પૂર્વ તૈયારીઓ સાથે કરવામાં આવી હતી અને આ ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ અગાઉ પાર્ટીમાંથી બે વખત સસ્પેન્ડ પણ થઇ ચૂક્યા છે. તેમની સાથે રહેલા અન્ય લોકો એન.એસ.યુ.આઈ અને યુથ કોંગ્રેસને પોતાના બાપ-દાદાની પેઢી સમજી એનએસયુઆઇ અને યૂથ કોંગ્રેસની અંદર નવા જોડાતા યુવાનોને કોઈને કોઈ રીતે માનસિક ટોર્ચર અને અપમાનિત કરી કેવી રીતે પાર્ટી તોડે તેવા આયોજનો કરતા રહે છે. છતાં પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આંખ આડા કાન કરીને તેમના પર આજદિન સુધી કોઈપણ પ્રકારની કડક કાર્યવાહી નથી કરી

નિખિલ સવાણીએ જણાવ્યું હતું કે યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં પ્રમુખ બનાવવા માટે મેમ્બરશિપ કરવામાં આવી રહી છે જે ફક્ત અને ફક્ત પૈસા ભેગા કરવા માટે કરવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટ દેખાય છે. કારણ કે ભૂતકાળમાં લાખોની સંખ્યામાં યુવક કોંગ્રેસ દ્વારા લાખો સભ્યોની મેમ્બરશિપ કરીને કરોડો રૂપિયાનું ફંડ દિલ્હી મોકલવામાં આવ્યું હતું. પરંતુ મેમ્બરશિપનો ડેટા આજદિન સુધી ક્યાંય પણ ઉપયોગમાં લેવામાં આવ્યો નથી. તો શું યુથ કોંગ્રેસમાં મેમ્બરશિપ માત્રને માત્ર પૈસા ભેગા કરવા માટે આવે છે? આમ જોતા તો એવું લાગી રહ્યું છે કે જેની પાસે પૈસા વધારે હોય એ વ્યક્તિ જ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ બની શકે. બીજી તરફ લાખોની સંખ્યામાં મેમ્બરશિપ થકી યુવાનો યુથ કોંગ્રેસમાં જોડાયા છે પરંતુ ગ્રાઉન્ડ ઉપર આમાંથી હજારો લોકો પણ દેખાતા નથી. એટલે સ્પષ્ટ થાય છે કે તમામ સભ્યોની નોંધણી ડમી હોય તેવું પુરવાર થાય છે અને આમ યુથ કોંગ્રેસની ચૂંટણી માત્રને માત્ર પૈસા કમાવાનો ખેલ હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો - એક દ્રાક્ષની કિંમત છે 35 હજાર રૂપિયા, એક કિલોના ભાવમાં ખરીદી શકો છો કેટલાય તોલા સોનુ

પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા કોરોનાથી મૃત્યુ પામનાર પરિવારની મુલાકાત લઈને સાંત્વના પાઠવવામાં આવી રહી છે જે સારી બાબત છે. પરંતુ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને મારા સાથી મિત્ર હાર્દિકભાઈના પિતાનું પણ તાજેતરમાં કોરોનાના કારણે અવસાન થયું છે. ત્યારે આ દુઃખની ઘડીમાં કોંગ્રેસના એક પણ સિનિયર નેતાએ હાર્દિક પટેલના પરિવારને મળવાની તસ્દી પણ લીધી નથી. કોંગ્રેસના નેતાઓને હાર્દિક પટેલના પરિવારને સાંત્વના પાઠવવાનો સમય પણ મળ્યો નથી.

પ્રદેશના નેતાઓની આ ભેદભાવવાળી એકમાત્ર ઘટના નથી. હાલમાં જ ફેબ્રુઆરી મહિનામાં જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનો એક પણ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો ન હતો. ત્યારબાદ વધુમાં કોઈપણ મહત્વના નિર્ણયમાં, મહત્ત્વની મિટિંગમાં અને ગુજરાત કોંગ્રેસનું ડેલિગેશન જ્યારે જ્યારે રાજ્યપાલને મળવા ગયું હોય એવા સમયે પણ હાર્દિક પટેલને આમંત્રિત કરવામાં આવ્યા નથી. ત્યારે આ તમામ કારણોથી સ્પષ્ટ દેખાય છે કે કોંગ્રેસમાં મોટા પ્રમાણમાં જૂથબંધી ચાલી રહી છે અને કોંગ્રેસની આવી નીતિઓના કારણે હું ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ગુજરાત કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજુનામું આપું છું.
" isDesktop="true" id="1112689" >

નિખિલના રાજીનામા પર યુથ કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા જવાબ આપતા કહ્યું હતુ કે પાર્ટીએ નિખિલને ઘણી જવાબદારી ટૂંક સમયમાં આપી છે. પાર્ટીએ નિખિલને ઘણા હોદ્દાઓ આપ્યા છે. તેઓએ કઇ ગુમાવ્યું નથી માત્ર તેઓને મળ્યું જ છે. જે વ્યક્તિ રાજીનામું આપતા હોય છે તેઓ પોતાના સ્વાર્થ માટે ગયા છે. જે આરોપ લગાવ્યો છે તે માત્ર આક્ષેપ છે. તેમની કોઇ તાકત નથી જેથી પાર્ટી છોડી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Nikhil Savani, Nikhil Savani resigns, કોંગ્રેસ, હાર્દિક પટેલ

विज्ञापन
विज्ञापन