Home /News /gujarat /Gujarat Elections 2022: CM યોગીના ગુજરાત પ્રવાસ વધ્યા, હાર્દિક સાથેના રોડ શોમાં જોવા મળ્યું કંઈક આવું...
Gujarat Elections 2022: CM યોગીના ગુજરાત પ્રવાસ વધ્યા, હાર્દિક સાથેના રોડ શોમાં જોવા મળ્યું કંઈક આવું...
CM યોગીનો હાર્દિક પટેલ સાથે રોડ શો
Gujarat elections 2022: ગુજરાતમાં 15મી વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થશે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે કરવામાં આવશે. આ પહેલા, ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ ગુજરાતમાં સભા કરી રહ્યા છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને હવે માત્ર ચાર દિવસ જ બાકી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. સીએમ યોગી (Yogi Adityanath) ગુજરાતમાં અત્યાર સુધીમાં 12 જાહેર સભાઓ અને બે રોડ શો કરી ચૂક્યા છે. સીએમ યોગી (Yogi Adityanath) એ 26 નવેમ્બરે વિરમાગામમાં રોડ શો કર્યો હતો. આ અગાઉ, તેઓ સુરતના પાટીદારોના ગઢ ગણાતા વરાછામાં રોડ શો માટે પહોંચ્યા હતા. ગુજરાતમાં બુલડોઝર બાબા તરીકે જાણીતા યોગી આદિત્યનાથ જાહેર સભાઓને સંબોધિત કરવાની સાથે મંદિરોમાં પ્રાર્થના પણ કરી રહ્યા છે. જ્યારે તેઓ દ્વારકા પહોંચ્યા, ત્યારે તેઓ ત્યાંના દ્વારકાધીશ મંદિરે ખાસ ગયા હતા, તેવી જ રીતે તેમની સોમનાથની મુલાકાત દરમિયાન તેઓ બાબા સોમનાથના દર્શન કરવા ગયા હતા અને ત્યારબાદ ચૂંટણીનો કાર્યક્રમ શરૂ કર્યો હતો.
અમદાવાદ ગ્રામ્યની વિરમગામ બેઠક પર યોગી આદિત્યનાથના રોડ શોમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું. યોગી આદિત્યનાથ (Yogi Adityanath) જ્યારે પાર્ટીના ઉમેદવાર હાર્દિક પટેલના સમર્થનમાં રોડ શો માટે પહોંચ્યા ત્યારે તેમના રોડશોમાં ભાજપ કરતાં વધુ ભગવા ઝંડા જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે, હાલ આ બેઠક કોંગ્રેસ પાસે છે. પાટીદાર આંદોલનમાંથી બહાર આવેલા હાર્દિક પટેલ અહીંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. યોગી આદિત્યનાથની ગુજરાત મુલાકાતોમાં પણ હિન્દુ વાહિનીની સક્રિયતા જોવા મળી રહી છે. આ જ કારણ હતું કે, યોગી આદિત્યનાથના રોડ શોમાં ભગવો માહોલ જોવા મળ્યો હતો.
ચાર પ્રવાસમાં 12 બેઠકો, બે રોડ શો
યોગી આદિત્યનાથે 18 નવેમ્બરથી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કર્યો હતો. ત્યારથી યોગી આદિત્યનાથ સતત ગુજરાતની મુલાકાતે છે. યોગી આદિત્યનાથે ગુજરાતના મોરબીમાં તેમની પ્રથમ ચૂંટણી રેલી યોજી ત્યારે, તેમનું બુલડોઝર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી સીએમ યોગી આદિત્યનાથ 21, 23 અને 26 નવેમ્બરે પ્રચાર માટે ગુજરાત પહોંચ્યા હતા. સીએમ યોગી આદિત્યનાથે અત્યાર સુધીમાં દ્વારકા, કચ્છ, મોરબી, સુરત, નસવાડી, મહેમદાવાદ, પોરબંદર, સોમનાથ, સુરેન્દ્રનગર, અમરેલી, ભરૂચમાં સભાઓ કરી છે.
ગુજરાતમાં વિધાનસભાની કુલ બેઠકોની સંખ્યા 182 છે. આમાં 40 સીટો અનામત છે. જેમાં 27 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને 13 બેઠકોનો સમાવેશ થાય છે. વિધાનસભામાં બહુમતીનો આંકડો 92 સીટો છે. 2017ની ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપ માંડ માંડ સરકાર બચાવવામાં સફળ રહી હતી. બે દાયકામાં પ્રથમ વખત, પાર્ટીની બેઠકોની સંખ્યા ઘટીને બે આંકડામાં આવી અને ભાજપ માત્ર 99 બેઠકો જીતી શક્યું હતું. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી, જ્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP), જે કોંગ્રેસ સાથે ગઠબંધનમાં લડી હતી, તેણે 2 બેઠકો જીતી હતી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ 1 બેઠક જીતી હતી. અપક્ષોએ ત્રણ બેઠકો જીતી હતી. યુવા નેતા જીગ્નેશ મેવાણી વડગામથી કોંગ્રેસના સમર્થનથી જીત્યા હતા.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર