લૉકડાઉનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ માટે હાર્દિકે ચિંતા વ્યક્ત કરી, ગૃહ મંત્રીને પત્ર લખ્યો


Updated: April 1, 2020, 11:29 AM IST
લૉકડાઉનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ માટે હાર્દિકે ચિંતા વ્યક્ત કરી, ગૃહ મંત્રીને પત્ર લખ્યો
હાર્દિક પટેલ (ફાઇલ તસવીર)

દેશ મુશ્કેલીમાં હોય ત્યારે પોતાની ફરજ બજાવતા સૌ કર્મચારીઓની ચિંતા વ્યક્ત કરવી તે મારી, તમારી અને સૌની ફરજ બને છે : હાર્દિક પટેલ

  • Share this:
અમદવાદ : કોરોના મહામારીને પગલે રાજ્યમાં આપેલા 21 દિવસના લૉકડાઉન (21 Days Lockdown)માં પોલીસદળને (Gujarat Police) જરૂરી સુવિધા આપવા તેમજ પોલીસ કર્મચારીનો માનસિક તણાવ ઘટે તે રીતે પ્રોત્સાહન આપવા બાબતે કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે (Hardik Patel)ગૃહમંત્રીને  (Gujarat Home Minister)પત્ર લખ્યો છે. હાર્દિક પટેલે પોતાના આ પત્રમાં જણાવ્યું છે કે, હાલમાં આપણો દેશ કોરોના વાયરસનાં ત્રાસમાંથી પસાર થઇ રહ્યો છે અનેસમગ્ર દેશમાં લૉકડાઉન ચાલુ છે. આવા સમયમાં લોકો સરકારી સૂચનાઓનું પાલન કરે તેમજ બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળે તે માટે હથીયારી અને બિનહથીયારી પોલીસ જવાનો, હોમગાર્ડ, ટ્રાફિક બ્રિગેડ, એસઆરપી, ગૃહરક્ષક દળ સહિતના જવાનો દિવસરાત પોતાની ફરજ બજાવી રહ્યા છે.

ટ્રાફિક બ્રિગેડ, ગૃહરક્ષક દળ અને હોમગાર્ડ જવાનો સ્થાનિક રહેવાસી જ હોય છે પરંતુ પોલીસ જવાનો અને એસઆરપી જવાનો પોતાના વતનથી દૂરના જિલ્લામાં ફરજ બજાવતા હોય છે. આટલી મુશ્કેલીનાં સમયમાં પણ તેઓ પરિવારથી દૂર હોય ત્યારે તેમના પરિવારના બાળકો, વૃદ્ધો, માતાપિતાની જવાબદારી સરકારની બને છે.

આ પણ વાંચો : સુરત : દિલ્હીના તબલીગી જમાતના કાર્યક્રમમાં શહેરમાંથી 72 લોકો હાજર હતા, તંત્રમાં ફફડાટ

ખાસ તો ગુજરાતના અલગ અલગ ગામડાઓ અને નાના શહેરોમાંથી પોલીસમાં ભરતી થયેલા અને હાલમાં સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં ફરજ બજાવતા મહિલા તેમજ પુરુષ પોલીસ કોન્સ્ટેબલ લેવલ ઉપર ઘણી જ તકલીફો જોવા મળે છે. મોટા શહેરોમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલથી લઈને પીએસઆઈ સુધીના સ્ટાફ એકલા રહેતા હોવાના કારણે તેમને જમવાની ઘણી જ સમસ્યા છે. તેમજ એકલી રહીને નોકરી કરતી મહિલા કર્મચારીઓનો પરિવાર ચિંતા કરે છે. મહિલા પોલીસ સગર્ભા હોય, નાનું બાળક હોય, નવપરિણીત હોય કે અન્ય સમસ્યા હોય તેવા સંજોગમાં રાહત મળવી જરૂરી છે.

આ પણ વાંચો :  દિલ્હીમાં મકરઝમાં જનારા ગુજરાતનાં અનેક લોકોની ઓળખ કરાઇ, ATS કરશે તપાસ

તમામ પોલીસ કર્મચારીઓનાં મા બાપ અને પરિવારની ચિંતા હળવી થાય તેમજ પોતાના પતિ/પત્ની/બાળકોથી દૂર રહીને શહેરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનો જુસ્સો વધે એ માટે આપની કક્ષાએથી પોલીસનું મનોબળ વધે એવા પ્રયત્નો કરવા જરૂરી છે. પોલીસનું સમયસર જમવાનું તેમજ તેમની સલામતી અંગે પણ સરકારે વ્યવસ્થા કરવી જોઈએ.હાલમાં 24 કલાક ડ્યુટી કરીને પોલીસ શારીરિક તેમજ માનસિક રીતે થાકી જવાથી તણાવ ઉભો થઇ રહ્યો છે. માટે પોલીસને પ્રોત્સાહન આપવાની જરૂર છે. સામાન્ય દિવસોમાં પોલીસની ઘણી બધી કામગીરીથી મને અસંતોષ હોવા છતાં પણ, જ્યારે આપણો દેશ મુશ્કેલીમાં હોય ત્યારે પોતાની ફરજ બજાવતા સૌ કર્મચારીઓની ચિંતા વ્યક્ત કરવી તે મારી, તમારી અને સૌની ફરજ બને છે.
First published: April 1, 2020, 11:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading