પાટીદાર દમન મુદ્દે હાર્દિક પટેલે કહ્યું, '14 યુવાનોના મૃત્યુ, માતાઓ બહેનો પર અત્યાચાર મુદ્દે પંચ ન્યાય આપે'

News18 Gujarati
Updated: September 16, 2019, 5:23 PM IST
પાટીદાર દમન મુદ્દે હાર્દિક પટેલે કહ્યું, '14 યુવાનોના મૃત્યુ, માતાઓ બહેનો પર અત્યાચાર મુદ્દે પંચ ન્યાય આપે'
હાર્દિક પટેલની ફાઇલ તસવીર

હાર્દિક પટેલ ( Hardik Patel) પાટીદારો ( Patidar) પર GMDC મેદાનમાં થયેલા અત્યારચાર (Atrocities) મુદ્દે રચાયેલા પૂંજ કમિશન ( Punj commission) સમક્ષ હાજર થયો

  • Share this:
હિતેન્દ્ર બારોટ, અમદાવાદ : 25 ઑગસ્ટ 2015ના રોજ અમદાવાદના (Ahmedabad) જી.એમ.ડી.સી મેદાન પર (GMDC) પાટીદાર અનામત આંદોલન ( Patidar anamat andolan) અંતર્ગત વિશાળ જનસભા યોજાઈ હતી. આ સભા બાદ પાટીદારો પર થયેલા કથિત દમન મામલે સરકારે પૂંજ કમિશનની રચના કરી હતી. જી.એમ.ડી.સી. મામલે તપાસ કરી રહેલા જસ્ટિસ પૂંજ કમિશને (Punj commission) આ મામલે જવાબ રજૂ કરવા માટે તત્કાલિન પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને (Hardik Patel) અચૂક હાજર રહેવા નોટિસ આપી હતી. આ નોટિસના સંદર્ભે આજે હાર્દિક પટેલે કમિશન સમક્ષ ઉપસ્થિત રહી લેખિત જવાબ માટે એક દિવસનો સમય માંગ્યો હતો. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આશા રાખીએ છે કે 14-14 યુવાનોના મૃત્યુ અને માતાઓ બહેનો પર થયેલા અત્યાચારનો ન્યાય મળશે.

હાર્દિક પટેલે કહ્યું, 'અમે આજે કમિશન સમક્ષ હાજર થયા હતા પરંતુ મેં એક દિવસનો સમય માંગ્યો છે. અમે લેખિતમાં જવાબ આપવા માટે સમય માંગ્યો છે. મારી માંગણી પંચે મંજૂર રાખી છે. 25-26 ઑગસ્ટની જે કોઈ માહિતી છે. અમારા 14 યુવાનોના મૃત્યુ થયા, માતાઓ બહેનો પર અત્યાચાર થયા તેના વિશે લેખિતમા રજૂઆત કરીશું. આશા રાખીએ છે કે પંચ અન્યાયની સામે ન્યાય આપશે.'

આ પણ વાંચો :  ટ્રાફિક નિયમ : રાજકોટમાં તપેલી હેલ્મેટ પહેરીને નીકળ્યો બાઇક ચાલક

મામલો શું છે?
પાટીદાર અનામત આંદોલનની GMDC મેદાનમાં મળેલી મહાસભા બાદ રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. દરમિયાન અમદાવાદના GMDC મેદાન સહિત અનેક સ્થળે પોલીસે પાટીદારો પર કથિત દમન કર્યાની રાવ ઉઠી હતી. આ મામલે ગુજરાત સરકારે વર્ષ 2017ના ઑક્ટોબર મહિનામાં હાઇકોર્ટના નિવૃત જજ કે.એ. પૂંજની અધ્યક્ષતામાં એક તપાસ પંચની રચના કરી હતી. આ તપાસ

30મી સપ્ટેમ્બરે પૂંજ કમિશનની મુદત સમાપ્ત થાય છેવર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોની તપાસ માટે રચાયેલા હાઈકોર્ટનાં નિવૃત્ત ન્યાયમૂર્તિ કે. એ. પૂંજની તપાસ પંચની કામગીરી આ મહિનાના અંતમાં પૂર્ણ થઈ રહી છે. અને પૂંજ કમિશન આગામી 30મી સપ્ટેમ્બર પછી રાજ્ય સરકારને આ મામલે પોતાનો અહેવાલ સુપરત કરશે.
First published: September 16, 2019, 5:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading