ઉમેશનો આપઘાત નહીં પણ સરકારે કરેલી હત્યાઃહાર્દિકનું તેજાબી નિવેદન
ઉમેશનો આપઘાત નહીં પણ સરકારે કરેલી હત્યાઃહાર્દિકનું તેજાબી નિવેદન
રાજકોટઃરાજકોટમાં પાટીદાર આંદોલનના સમર્થનમાં જીવ આપનાર ઉમેશ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે શોકસભા યોજાઇ હતી. આજે હાર્દિક પટેલ અને એસપીજીના લાલજી પટેલ પહોંચ્યા હતા. હાર્દિક ત્યાર બાદ સભા સ્થળે પહોંચતા મોટીસંખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતા.

નવાગામ કુવાડવા રોડ પોલીસ ચોકી પાસે જ હાર્દિકે શક્તિ પ્રદર્શન કર્યું હતું. અને ત્યાર બાદ તેજાબી ભાષણ પણ કર્યું હતું. હાર્દિકે જણાવ્યું હતું કે, ઉમેશ પટેલની સહાદત એળે નહીં જાય, ઉમેશના મોતના મામલાની હજુ સુધી સરકાર તપાસ કરી શકી નથી. તપાસ ગોળીબારની હોય કે લાઠીચાર્જની હોય, ચાર સ્યુસાઇડ લખીને જેનું મોત થયું છે.તે ઉમેશનો આપઘાત નહીં પણ સરકારે કરેલી હત્યા છે. આ હત્યાનો બદલો સમય આવે આપીશું.
ઉમેશ પટેલની શ્રદ્ધાંજલિ આપવા શોકસભામાં ખોડલધામ અને ઉમિયા ટ્રસ્ટના આગેવાનો તેમજ સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં યુવાનો અને અગ્રણીઓની ઉપસ્થિતિ રહ્યા હતા. શોકસભામાં કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલ આવી પહોંચ્યા હતા.
રાજકોટમાં પ્રવેશતા નવાગામ પાસે જય સરદારના નારા સાથે હાર્દિકને આવકાર અપાયો હતો. PAASના કન્વીનર હાર્દિક પટેલે રાજકોટ પહોંચતા વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પાટીદાર મહિલાઓની આગેવાનીમાં શક્તિ પ્રદર્શન યોજાશે. સૌરાષ્ટ્રના યુવાનની શહીદી એળે નહીં જવા દઇએ. પાટીદાર સંગઠન અને નેતાઓ સહિત પરિવારજનો સાથે રહેશે. સરકાર અનામત આંદોલન તોડી પાડવા કાવતરાં રચી રહી છે.આગેવાનોને મળી આંદોલન વધુ સુદ્રઢ બનાવવાની રણનીતિ ઘડાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર