Home /News /gujarat /

સરકાર અનામતને લઈને લેખિતમાં ખુલાસો આપેઃહાર્દિક પટેલ

સરકાર અનામતને લઈને લેખિતમાં ખુલાસો આપેઃહાર્દિક પટેલ

અમદાવાદઃpassના કન્વીનર હાર્દિક પટેલને પ્રેસ કોન્ફરન્સ કરી આજે સરકાર અને પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. હાર્દિકે કહ્યું હતું કે, અમારી લડાઇ શાંતિપુર્ણ છે. સરકાર અમારી માંગણી કેમ નથી સ્વીકારતી ?. સરકાર પાસે અનામતને લઈને લેખિતમાં ખુલાસો આપવા માંગ કરી હતી. અને કહ્યું હતું કે, 'સરકાર મને ખોટી રીતે ફસાવવાનું કાવતરૂ ઘડી રહી છે. આ સરકારમાં બુટલેગરો ગુજરાતમાં બેફામ બન્યા છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

દોષિત પોલીસ કર્મીઓ સામે પગલા લેવાતા નથી

હાર્દિકે વધુમાં કહ્યું હતું કે, હાઈકોર્ટના કહેવા છતાં દોષિત પોલીસ કર્મીઓ સામે પગલા લેવાતા નથી. નિલેશ પર કોઈ રાજદ્રોહનો ગુનો બનતો નથી. સરકારની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી કહ્યું હતું કે, આ સરકારને સત્તા પર રહેવાનો કોઈ અધિકાર નથી. ગતિશીલ ગુજરાતની વાત કરનાર ઇન્ટરનેટ બંધ કરી નુકશાન કરે છે. પોલીસ પોતાનું બળ પાટીદાર પર બતાવે છે. પોલીસ પોલીસને બંધક બનાવે છે.

સાત દિવસમાં બે ખેડૂતે આપઘાત કર્યોઃહાર્દિક પટેલ

હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સમાં સરકારને પણ કેટલાક સવાલ કર્યા હતા. અને કહ્યું હતું કે, સાત દિવસમાં બે ખેડૂતોને આપઘાત કરવો પડ્યો છે. સુરતમાં પાટીદાર સગીરા સાથે પોલીસે દુષ્કર્મ આચર્યું છે. તલાટીની પરીક્ષામાં કરોડોનું કૌભાંડ થયું છે. યાકૂબ મેમણની અંતિમયાત્રામાં 144ની કલમ નથી લગાવાઈ તો શ્વેતાંગની અંતિમયાત્રામાં કેમ 144ની કલમ લગાવાઈ?

મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ સંવેદનહીન છેઃ હાર્દિક

વધુમાં આક્ષેપ કરતા કહ્યું હતું કે,શહીદોના મૃતદેહ પર સરકાર રાજનીતિ રમે છે. મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ સંવેદનહીન છે. ખેડૂતની આત્મહત્યા અને પોલીસ દમન મુદ્દે રાજ્યપાલ ઓ.પી.કોહલીને આવેદન પત્ર અાપીશું. ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાટીદારો પોતાનું સ્ટેન્ડ નક્કી કરશે.

આવતીકાલે રતલામમાં મહાપંચાયત,22મીએ મહેસાણામાં રાવણ દહન

હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સમાં અનામત આંદોલનની રણનિતીની જાહેરાત કરતા કહ્યું હતું કે, આવતીકાલે એમપીના રતલામમાં મહાપંચાયત યોજાશે.
સૌરાષ્ટ્રમાં 12થી 29મી ઓક્ટોબર સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં 14-15 ઓક્ટોબરે અમરેલીમાં સભા,18મીએ રાજકોટમાં પ્રદર્શન,28ઓક્ટોબરે સુરેન્દ્રનગરમાં પ્રદર્શન કરાશે. તેમજ 22મી ઓક્ટોબરે મહેસાણામાં રાવણ દહન અને શસ્ત્રપૂજન કરાશે.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, પાટીદાર અનામત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, રાજકારણ, રાજ્ય સરકાર, વિરોધ, વિવાદ, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन