Home /News /gujarat /

ભાજપામાં પ્રવેશ કરતા જ સોશિયલ મીડિયામાં છવાયો હાર્દિક પટેલ, લોકો જૂના ટ્વિટ અને વીડિયો કરી રહ્યા છે શેર

ભાજપામાં પ્રવેશ કરતા જ સોશિયલ મીડિયામાં છવાયો હાર્દિક પટેલ, લોકો જૂના ટ્વિટ અને વીડિયો કરી રહ્યા છે શેર

પાટીદાર નેતા હાર્દિક પટેલ (Hardik Patel) કોંગ્રેસ છોડીને બીજેપી (BJP)માં સામેલ થયા છે

hardik patel join bjp - લોકો હાર્દિક પટેલના જૂના ટ્વિટ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને તેને ટ્રોલ કરી રહ્યા છે

    ગાંધીનગર: પાટીદાર નેતા હાર્દિક પટેલ (Hardik Patel) કોંગ્રેસ છોડીને બીજેપી (BJP)માં સામેલ થયા છે. બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (C.R. Patil) હાર્દિકને ખેસરિયો ખેસ પહેરાવ્યો હતો, તો નીતિન પટેલે હાર્દિકને ટોપી પહેરાવી હતી. બીજેપામાં સામેલ થતા જ હાર્દિક પટેલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થવા લાગ્યો છે. હાર્દિક પટેલના જૂના ટ્વિટ અને વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઇ રહ્યા છે. જેમાં તેણે બીજેપી અને ભાજપા નેતાઓની આકરી ટીકા કરી હતી. જે હવે વાયરલ થઇ રહ્યા છે.

    લોકો હાર્દિક પટેલના જૂના ટ્વિટ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને તેને ટ્રોલ કરી રહ્યા છે. એકસમયે હાર્દિકે ભાજપનો ઘણો વિરોધ કર્યો હતો. જેથી હવે લોકો તેને આડે હાથે લઇ રહ્યા છે. હાર્દિક પટેલના ભાજપામાં જવા પર આદ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ભ્રષ્ટ ભાજપના તમામ અંધભક્તોને અને ગાભામારુંઓને 'હાર્દિક' અભિનંદન. ગાભા ગેંગના તમામ વેઠીયાઓ હંમેશા કમલમમાં ગાભા મારતા રહો અને માજી બુટલેગરના બુટ ચપ્પલ ઉંચકતા રહો એવી શુભેચ્છા.

    આ પણ વાંચો - હાર્દિક પટેલ બીજેપીમાં સામેલ; પત્રકારોના સવાલોના જવાબ આપતા પરસેવો છૂટી ગયો

    હાર્દિક પટેલના જૂના ટ્વિટ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને તેને ટ્રોલ કરી રહ્યા છે


    હાર્દિક પટેલના જૂના ટ્વિટ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને તેને ટ્રોલ કરી રહ્યા છે


    જગદીશ ઠાકોરનો પ્રહાર, કહ્યું - જ્યાં જાવ ત્યાં ઠરીને રહેજો

    હાર્દિક પટેલના ભાજપામાં પ્રવેશ પર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે આવા લોકોને તમારા પક્ષમાં લઇને તમે શું કરવા માંગો છો સવાલ ઉભો થાય છે. સવાલ એ પણ છે કે કોંગ્રેસ તુટી રહી છે. આવા લોકોને લો છો તમારી શું મજબૂરી છે. તેમણે કહ્યું કે જ્યાં જાવ ત્યા ઠરીને રહેજો.

    હાર્દિક પટેલના જૂના ટ્વિટ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને તેને ટ્રોલ કરી રહ્યા છે


    રામની ખિસકોલી બનીને કામ કરીશ

    ભાજપામાં સામેલ થયા પછી હાર્દિક પટેલે કહ્યું હતું કે કૉંગ્રેસ પાર્ટીના એક પણ નેતાએ જનતાની ભાવના સાથે ઊભા રહેવાનો પ્રયાસ કર્યો ન હતો. આ અંગે અનેક રજુઆતો કરી પરંતુ કોઈએ ધ્યાન ન આપ્યું. આથી કૉંગ્રેસ સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો હતો. મેં કૉંગ્રેસનો હોદેદાર હોવા છતાં નરેન્દ્ર મોદીના સારા કામોની પ્રશંસા કરી છે. બીજેપીના તમામ લોકો જે ભગીરથ કામ કરે છે તેમાં હું ભગવાન રામની ખિસકોલી બનીને કામ કરવાનો પ્રયાસ કરીશ.

    બીજેપીમાં સામેલ થઈને રાજ્યના હિત માટે કામ કરીશું. બીજેપીએ દેશ અને જનતા માટે કામ કરવાનો પ્રયાસ કર્યો છે, તેમાં કરોડો લોકો સહયોગ આપવા માટે તત્પર છે. હું અન્ય લોકોને પણ કહું છું કે રાષ્ટ્રના આ ભગિરથ કાર્યમાં સાથે આવો."
    Published by:Ashish Goyal
    First published:

    Tags: BJP Guajrat, હાર્દિક પટેલ

    આગામી સમાચાર