Home /News /gujarat /

હાર્દિકના ગોડફાધર કોણ? સુરતમાં જપ્ત કરેલા મોબાઇલ કરશે પર્દાફાશ

હાર્દિકના ગોડફાધર કોણ? સુરતમાં જપ્ત કરેલા મોબાઇલ કરશે પર્દાફાશ

અમદાવાદઃગુજરાત સરકારને પડકાર ફેંકનાર હાર્દિક પટેલના ગોડ ફાધરનો હવે ટૂંક સમયમાં પર્દાફાશ થઇ શકે છે. પાટીદાર અનામતના નામે હાઈ વોલ્ટેજ ડ્રાર્મા પાછલ આ ચહેરો હવે બહાર આવશે.હાર્દિક એક બિહારી બાબુના હાથે છટકયો પરંતુ બીજા બિહારીબાબુએ તેના ડ્રાર્માનો પ્રર્દાફાશ કરશે!

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદઃગુજરાત સરકારને પડકાર ફેંકનાર હાર્દિક પટેલના ગોડ ફાધરનો હવે ટૂંક સમયમાં પર્દાફાશ થઇ શકે છે. પાટીદાર અનામતના નામે હાઈ વોલ્ટેજ ડ્રાર્મા પાછલ આ ચહેરો હવે બહાર આવશે.હાર્દિક એક બિહારી બાબુના હાથે છટકયો પરંતુ બીજા બિહારીબાબુએ તેના ડ્રાર્માનો પ્રર્દાફાશ કરશે!

ગુજરાતમા પાટીદારોની અનામતની માંગ અને હાર્દિક પટેલના ચર્ચા દેશભરમા ટોક ઓફ ટાઉન બની છે. પણ હાર્દિક તો એક મહોરુ છે. તેની પાછળ છુપાયેલા માસ્ટર માઈન્ડનો હવે થશે પર્દાફાશ. વિસનગરમાં  23 જુલાઇના રોજ પાટીદાર અનામત સમિતિ દ્વારા અનામત મુદ્દે પ્રથમ રેલી કાઢવામાં આવી હતી. આ રેલી બાદ ધારાસભ્યના કાર્યલાયમા તોડફોડ કરીને રેલી હિસંક બની હતી.

પરંતુ ગુજરાત સરકાર કે પોલીસે કોઈ ગંભીર પગલા નહિ લેતા રેલીનો સીલસીલો શરૂ થયો  અને ત્યાર બાદ બહાર હાર્દિકે સોસીયલ મિડીયના મારફતે મિડીયાને સાથે રાખીને એસપીજીના લાલજી પટેલ સાથે મળીને રેલી અને ધરણાં શરૂ કરીને 25 ઓગષ્ટે અમદાવાદમા મહાસભાનુ આયોજન કર્યુ હતું. આ સભામા હાર્દિકનો ડ્રાર્માની શરૂઆત થ. હાર્દિકના ડ્રાર્માને તોડવા અમદાવાદ પોલીસે સીઆરીપીસી હેઠળ ધરપકડ કરી.પંરતુ તેની ધરપકડથી તોફાનો શરૂ થઈ જતા મુંબઈ એકટથી હેઠળ અટકાયત બતાવીને તેને છોડી દીધો હતો. અમદાવાદ પોલીસની અધૂરી કાર્યવાહીથી હાર્દિકનુ પ્રાત્સાહન વધ્યુ હતું.પોલીસે તેના મોબાઈલ કબ્જે નહિ કરતા ડ્રાર્માનો ડાયરેકટરનો પ્રર્દાફાશ થયો નહિ.

અમદાવાદના પોલીસ કમિશનર શિવાનંદ ઝાના હાથે હાર્દિક બચી ગયો પરંતુ સુરતના પોલીસ કમિશનર રાકેશ અસ્થાના ચુંગલમા હાર્દિક ફસાયો છે.સુરત પોલીસે હાર્દિક અને તેની ટીમના 30 મોબાઈલ અને બે વોકી ટોકી કબ્જે કરીઆ મોબાઈલ અને વોકીટોકીએ હાર્દિકના તારણહારનો ભાંડો ફોડયો છે. એફએસએલનો રિર્પોટ હાઈવોલ્ટેજ ડ્રાર્મા પાછળનો પરદો ઉચકશે.

સરકારે દાંડી યાત્રા રોકવા હાર્દિક અને તેની ટીમને બોલાવીને મંત્રણા કરી.રેલી અટકાવી 10 દિવસનો સમય માંગ્યો. પરંતુ ડ્રાર્માબાજ હાર્દિકે એકતા યાત્રાના નામે સુરત ફરી રેલીની જાહેરાત કરી.પંરતુ આ રેલીમા સુરત પોલીસે બાજી મારી દીધી. સુરત પોલીસે હાર્દિક અને તેની ટીમ વિરૂ્ધ્ધ અટકાયી પગલા લીધા હતા.ત્યાર બાદ જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને હાર્દિક અને તેના કાર્યકરોની ધરપકડ કરીને 30 મોબાઈલ તેમજ 2 વોકીટોકી કબ્જે કરીને કલાકો સુધી હાર્દિકને હેડકવાટર્સમા બેસાડી રાખ્યો હતો. સુરત પોલીસની કાયદેસરની પ્રકીયામા સફળતા મળી હતી.

સુરત પોલીસે મોબાઈલ અને વોકીટોકી કબ્જે કર્યા તો હાર્દિકના હોશ ઉડી ગયા હતા.કારણ કે તેમા છુપાયેલી હતી સાચી હકીકત.આ હકીકત પરથી પરદોના ઉચકાય માટે 15 મોબાઈલના ડેટા ડીલીટ કરી દેવામા આવ્યા જયારે 15ને પાસવર્ડથી લોક કરી દીધા હતા. આ 30 મોબાઈલમા છુપાયેલો હતો માસ્ટર માઈન્ડનો ચહેર.. આ ચહેરો કોનો છે? એફએસએલના પુથ્થકરણથી આ રહસ્ય પરથી પરદો ઉચકાશે. એફએસએલની ટીમે વોકીટોકી અને મોબાઈલમાંથી ડીલીટ કરેલા ડેટા મેળવ્યા છે.જેમા હાર્દિકના હાઈવોલ્ટેજ ડ્રાર્માના રચેતાનુ નામનો ઘટસ્ફોટ થશે. એફએસએલ આ રિપોર્ટ સુરત પોલીસને સબમીટ કરવાની છે.જેમા ખુલશે હાર્દિકના પાછળનુ દિમાગ.

સુરત પોલીસ ટુંક સમયમા અનામતની માંગ પાછળના રચેતાનો ઘટસ્ફોટ કરશે. અનામતના નામે પાટીદારોને ગેરમાર્ગે દોરનાર હાર્દિકના તારણહારનો ચહેરો ખૂલશે. આ આંદોલનમા હાર્દિક હતો મહોરો.જેથી હવે પાટીદારનો હિરો બનશે ઝીરો.કારણ કે સુરત પોલીસ ટુંક સમયમા ઘટસ્ફોટ કરીને હાર્દિકનો અસલી ચહેરો બહાર લાવશે.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, દેશ, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, રાજકારણ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन