ન્યૂઝ 18 ગુજરાતી: પાટીદાર અનામત આંદોલનથી રાજકારણમાં પ્રવેશ કરનાર હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીનો હાથ થાંભતા જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિધિવત રીતે ખેંસ પહેરાવની હાર્દિક પટેલને કોંગ્રેસમાં ભેળવ્યો હતો ત્યારબાદ રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે હાર્દિક પટેલે પાટીદારોને અંધારામાં રાખી સમાજ સાથે દગો કર્યો
નીતિન પટેલે કહ્યું, “જે હાર્દિક પટેલે ગુજરાતમાં અનામતનો પ્રશ્ન ઊભો કરી ગુજરાતની શાંતિ સલામતીને ડહોળી. ભગતસિંહ કહીને પોતાની જાતને સમાજ સમક્ષ આગળ ધરી. જે વ્યક્તિએ સતત એવું કીધેલું કે હું રાજકીય વ્યક્તિ નથી, હું પાટીદારોને ઓબીસીને લાભ અપાવવા આવ્યો છું. એ વ્યક્તિએ ગુજરાતની સમરસતામાં ભેદ પાડવાનો, ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો છે. જ્યારથી આંદોલન શરૂ થયું ત્યારથી અમે સતત કહેતા હતા કે આ વ્યક્તિ પાટીદારોને અનામતનો ફાયદો કરાવવાનો પ્રયાસ નથી કરતા પરંતુ કોંગ્રેસના છૂપા આશિર્વાદથી. કોંગ્રેસની આર્થિક મદદથી, કોંગ્રેસના ઈશારે આ વ્યક્તિ ભારતીય જનતા પક્ષ જેની સાથે 95 ટકા પાટીદાર સમાજ સાથે રહ્યો છે, તેમાં ભાગલા પડાવી અને અન્ય જ્ઞાતિઓથી પાટીદારોને અલગ પાડવાની કોંગ્રેસની એક નીતિ હતી તેના એજન્ટ તરીકે કામ કરે છે. અમે અગાઉ સતત કહેતા હતા ત્યારે હાર્દિક એવું કહેતો કે હું સમાજ માટે આવ્યો છું.”
નીતિન પટેલે વધુમાં કહ્યું, “જ્યારે જ્યારે સરકાર દ્વારા પાટીદારો સાથે સવર્ણો સાથે મારો સંવાદ થયો ત્યારે હાર્દિક સતત કહેતો કે હું કોઈને મળીશ નહીં, હું મળવા જઈશ નહીં, પાટીદાર સમાજની સંસ્થાઓને હું માનતો નથી એવું પણ હાર્દિકે કહેલું. આ પ્રકારની વાત જે વ્યક્તિએ કરેલી તે કોંગ્રેસ પ્રેરિત હતી.”
14 યુવાનો શહીદ થયા રાજકીય સામાજિક અશાંતિ ફેલાવવા અને કોંગ્રેસને ફાયદો થાય એવી વ્યક્તિ તરીકે કોંગ્રેસને હાર્દિક મળી ગયો હતો. હાર્દિકના કારણે જે શાંતિ ડહોળાઈ અને પોલીસે બળપ્રગોય કરવું પડ્યું અને તેમાં 14 યુવાનો શહીદ થયા હતા.
ગાંધી પરિવારના દીકરી પહેલી વાર આવ્યા નીતિન પટેલે પ્રિયંકા ગાંધી વિશે કહ્યું હતું કે ગાંધી પરિવારની ગાંધીજી પ્રત્યે કેટલી ભાવના છે, તે આજે જાહેર થઈ ગઈ. પ્રિયંકા ગાંધી વાડેરાએ જાહેરમાં કહ્યું કે હું પ્રથમ વખત ગુજરાત આવી અને સાબરમતી આશ્રમમાં આવી છું. જે નહેરૂ પરિવારે દાયકાઓ સુધી દેશમાં સાશન કર્યુ તે નહેરૂ પરિવારના દીકરી એક પણ વખત સાબરમતી આશ્રમ આવ્યા નથી તે સમજવા જેવું છે. જે ગાંધી પરિવાર ગાંધીજીની કોંગ્રેસ છે તેવું કહીને મત માંગે છે, તે ગાંધીજીના ઐતિહાસીક આશ્રમમાં પ્રિયંકા ગાંધી વાડેરા પ્રથમ વખત ગુજરાત આવ્યા તેના પરથી સાબિત થાય છે કે ગાંધી પરિવાર ગાંધીજીને કેટલો પસંદ કરે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર