ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલને મોટી જવાબદારી, કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક

News18 Gujarati
Updated: July 11, 2020, 9:21 PM IST
ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલને મોટી જવાબદારી, કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક
ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલને મોટી જવાબદારી, કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલના નામના પ્રસ્તાવ પર શનિવારે મહોર લગાવી

  • Share this:
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલને મોટી જવાબદારી મળી છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલના નામના પ્રસ્તાવ પર શનિવારે મહોર લગાવી દીધી છે. યુવા નેતા હાર્દિક પટેલની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે તાત્કાલિક પ્રભાવથી નિમણૂક કરવામાં આવી છે.  ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા યથાવત્ રહેશે. પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસે આ જાહેરાત કરી છે.

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ કેસી વેણુગોપાલ તરફથી એક વિજ્ઞપ્તિ જાહેર કરીને આ જાહેરાત કરી હતી.ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનવા માટે ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે.આ સાથે રાજ્યના ત્રણ જિલ્લા પ્રમુખની પણ વરણી કરવામાં આવી છે. આણંદમાં મહેન્દ્રસિંહ એચ પરમાર, દેવભૂમિ દ્વારકામાં યાસીન ગજ્જન અને સુરતમાં આનંદ ચૌધરીની વરણી કરવામાં આવી છે.

હાર્દિક પટેલે 12 માર્ચ 2019ના રોજ સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી હતી. તે સમયે રાહુલ ગાંધીએ હાર્દિક પટેલનો કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો હતો. આ પ્રસંગે પ્રિયંકા ગાંધી અને મનમોહન સિંહ પણ હાજર હતા.
Published by: Ashish Goyal
First published: July 11, 2020, 8:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading