બોટાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને ગઇકાલે જ જેલમુક્ત થયેલા હાર્દિક પટેલ આજે સૌરાષ્ટ્ર પ્રવાસે છે. જેમણે બપોર બાદ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કર્યા હતા અને અહીથી ખોડલધામ જવા રવાના થયા હતા.૨૭૫ બોટલ રકતથી હાર્દિક પટેલનુ બોટાદના લાઠીદડ ગામે રકત તુલા કરી છોટે સરદારનુ બિરુદ આપ્યુ હતું. હજ્જારોની સંખ્યામા પાટીદારો ઉમટયા હતા.બોટાદમાં હાર્દિક પટેલનો રોડ શો યોજાયો હતો.
પાસના કન્વીનર હાર્દિક પટેલ ૯ મહિના બાદ ગઈકાલે જેલ મુકત થયો હતો અનેત્યાર બાદ આજે બોટાદ ના સાળગપુર ખાતે આવેલા હનુમાનજી મંદિર તેમજ બીએપીએસ સ્વામીનારાયણ મદિરે દર્શન કરી લાઠીદડગામે આવી પહોંચ્યા હતા. જયા હાર્દિક પટેલ ને ખુલી જીપ માં બેસડવામાં આવ્યો હતો અને ગામમાં ઠેર ઠરે જગ્યા પર હાર્દિક પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
તેમજ પાટીદારો એ ૨૭૫ બોટલ રકત થી રકત તુલા કરી હતી..હજારો ની સંખ્યા મા પાટીદારો હાજર હતા તેમજ જય સરદાર ના નારા લગાવી હાર્દિકને આવકાર્યો હતો તેમજ છોટે સરદારનુ બિરુદ આપ્યુ હતું. જયારે હાર્દિક પટેલેખુલ્લી તલવાર અને હળ સાથે લોકોનુ અભિવાદન જીલીયુ હતું.જયારે ત્યાર બાદ હાર્દિક પટેલ સમઢિયાળા થય બોટાદ આવ્યો હતો .જ્યાં તેનો રોડ સો યોજાયો હતો .જો કે વરસાદ આવતા રોડ સો માં તકલીફ પડી હતી .
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર