કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ વચ્ચે રાજકોટમાં બેઠક

Jay Mishra
Updated: April 22, 2019, 11:51 AM IST
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ વચ્ચે રાજકોટમાં બેઠક
હાર્દિક પટેલ અને નરેશ પટેલની ફાઇલ તસવીર

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર પાટીદાર નેતા હાર્દિક પટેલ અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ વચ્ચે મુલાકાત થઈ. જોકે, બંને નેતાઓએ શુભેચ્છા મુલાકાત હોવાનું જણાવ્યું

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી :  ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડ્યા છે પરંતુ રાજકારણનો પારો ચમરસીમાં પર છે. આ બધાની વચ્ચે મતદાનના ચોવીસ કલાક પહેલાં ગુજરાતની રાજનીતિના મોટા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યાં છે. પ્રાપ્ત અહેવાલો મુજબ ગઈકાલે રાત્રે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ વચ્ચે નરેશ પટેલના નિવાસસ્થાને મીટિંગ થઈ હતી.

આ મુલાકાત ભક્તિનગરની ઑફિસ ખાતે થઈ હતી જેમાં બંને નેતાઓએ શુભેચ્છા મુલાકાત થઈ હોવાનું કહ્યું હતું. જોકે એક અહેવાલ મુજબ બંને નેતા વચ્ચે નરેશ પટેલના નિવાસસ્થાને મુલાકાત થઈ હતી અને આ મુલાકાત સવારે 2.00 વાગ્યે સુધી ચાલી હતી. પ્રાપ્ત અહેવાલો મુજબ આ બેઠકમાં અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. પરંતુ રાજકોટ ખાતે થયેલી મુલાકાતને બંને નેતાઓએ ફક્ત શુભેચ્ચા મુલાકાત ગણાવી છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલની અમદાવાદમાં યોજાયેલી સભામાં થયેલા હોબાળા બાદ પાટીદારો માટે અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ મહત્ત્વનો મુદ્દો બની ગયો છે ત્યારે આ મુલાકાતનું રાજકીય પરિણામ શું આવે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો : 2014ની ચૂંટણીનું જાણવા જેવું : બારડોલીમાં સૌથી વધારે, પોરબંદરમાં સૌથી ઓછું મતદાન

અગાઉ ગઈકાલે પાસના કન્વીનર દિલીપ સાબવાએ હાર્દિક પટેલ પર ગંભીર આરોપો કર્યા હતા અને પાટીદારોને આંદોલનની યાદ અપાવી હતી. તેમણે આંદોલનમાં શહીદ થયેલા લોકો વગેરેના મુદ્દે વાત કરી હતી. સાબવાએ પણ અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિનો મુદ્દો ઉઠાવ્યો હતો અને હાર્દિક પટેલ પર અનેક આક્ષેપો મૂક્યા હતા. હવે જ્યારે હાર્દિક પટેલ અને નરેશ પટેલની મુલાકાતના સમાચારો આવી રહ્યાં છે ત્યારે ગુજરાતના રાજકારણમાં તેની શું અસર થશે તે તો જોવું જ રહ્યું
First published: April 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading