અમદાવાદઃ હાઇકોર્ટમાંથી બહાર આવ્યા બાદ હાર્દિક પટેલે મીડિયાને નિવેદન આપતા જણાવ્યું હતું કે,'ઉમેશ પટેલના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપીશ. અનામત આંદોલન ચાલુ જ રહેશે. હાલ સંગઠનને મજબૂત કરવાનું કામ ચાલુ રહેશે. સાબરકાંઠામાં મહિલાઓની વિશાળ રેલી યોજાશે.

ઉલ્લેખનીય છે કે, ઉમેશ પટેલે અનામતના સમર્થનમાં રાજકોટમાં આપઘાત કરી લીધો હતો. જે બાદ પાટીદારોનું આંદોલન વધુ મજબુત બન્યું છે. ગુરુવારે ઉમેશનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાવાનો છે.
તેનપુરની ઘટના અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ત્યાં ધારા-144 લાગુ નહોતી. શ્રદ્ધાંજલિ સભા માટે પોલીસ પાસે મંજૂરી માંગી હતી. વધુમાં કહ્યું હતું કે, રાજ્યભરમાં દેખાવના કાર્યક્રમો ચાલુ રહેશે.
હાર્દિક પટેલના વકીલ માંગુકિયાએ નિવેદનમાં જણાવ્યું હતું કે,રાજ્યમાં સુમેળભર્યું વાતાવરણ બની રહે તે જરૂરી છે. હાઈકોર્ટના આદેશ મુજબ 5મી ઓક્ટોબરે સોગંદનામું કરાશે.રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કર્યુ છે સોગંદનામું. પોલીસ સામે હાર્દિકના કોઈ આક્ષેપ નથી. હાર્દિક લાપતા થતાં પોલીસ સામે માત્ર આશંકા વ્યક્ત કરાઇ હતી.
હાર્દિક પટેલના વકીલ માંગુકિયાએ વધુમાં કહ્યું હતું કે,પોલીસનું નૈતિક મનોબળ તોડવાનો કોઈ ઈરાદો નથી. હાર્દિકની સલામતિ બની રહે તે પણ જરૂરી છે. હાઈકોર્ટે કાર્યક્રમ કરવા સામે કોઈ રોક લગાવી નથી.હાઈકોર્ટે મીડિયા સાથે વાત કરવા પર કોઈ રોક લગાવી નથી.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ અમદાવાદથી સીધા ઊંઝા ઉમિયા માતાના દર્શન કરવા રવાના થયા હતા. તેઓ ત્યાર બાદ પાટીદારોને લોલીપોપ વહેચશે તેવું જાણવા મળ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર