અમદાવાદ : હાર્દિક ગુમ થયા બાદ હાઇકોર્ટમાં થયેલી હેબિયર્સ કોર્પસ મામલે આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાનાર છે.19 સપ્ટેમ્બરે બાયડ નજીકના તેનપુરથી હાર્દિક ગુમ થતા મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. હાર્દિક પટેલ આજે હાઇકોર્ટમાં હાજર રહેવાનો હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
હાઇકોર્ટે અગાઉ સરકાર અને હાર્દિક પટેલને આક્ષેપો પ્રતિ આક્ષેપોથી દૂર રહેવા સુચન કર્યું હતું.હાઇકોર્ટે હાર્દિકને આજે પણ હાજર રહેવા આદેશ કર્યો છે. એડવોકેટ માંગુકીયાને પણ આક્ષેપો નહીં પરંતુ માત્ર હકીકતની સ્પષ્ટતા કરતી એફિડેવીટ રજુ કરવાનો પણ કોર્ટે આદેશ કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર