Happy B'day Randhir Kapoor: રણધીર કપૂર અને બબીતાએ અનોખી પરંપરાની વિરુદ્ધ જઈ કર્યા હતા લગ્ન

(PHOTO: Instagram/kareenakapoorkhan)

રણધીર અને બબીતાના લગ્ન ધામધૂમથી થયાં હતાં. આ લગ્નમાં ઘણા મોટા સ્ટાર્સ હાજર રહ્યા હતા. જે બાદ રણધીર અને બબીતાના ઘરે કરિશ્મા અને કરીના કપૂરનો જન્મ થયો. એવું કહેવામાં આવે છે કે બબીતા તેની દીકરીઓને અભિનેત્રી બનાવવા માંગતી હતી, પરંતુ રણધીર કપૂર આ માટે તૈયાર નહોતા. ત્યારે બબીતાએ દીકરીઓ માટે પોતાના પતિ રણધીરથી અંતર બનાવ્યું હતું.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રાજ કપૂરના પુત્ર રણધીર કપૂરનો જન્મ 15 ફેબ્રુઆરી 1947ના રોજ થયો હતો. બાળ અભિનેતા તરીકેની અભિનયની સફર તેમણે ફિલ્મ 'શ્રી 420'થી શરૂ કરી હતી. રણધીરે મુખ્ય અભિનેતા તરીકેની શરૂઆત ફિલ્મ 'કલ આજ કલ'થી કરી હતી. આ જ ફિલ્મના સેટ પર રણધીરની મુલાકાત બબીતા સાથે થઇ હતી અને ત્યારબાદ આ જોડી પ્રેમમાં પડી હતી. જે બાદ તેમની લવ સ્ટોરી આગળ વધી.

    જ્યારે રણધીરે તેના પરિવારને બબીતા સાથે લગ્ન કરવા અંગે કહ્યું, ત્યારે આખું કુટુંબ તેની વિરુદ્ધ હતું. ખરેખર, કપૂર પરિવારમાં અભિનેત્રી સાથે લગ્ન કરવાનું ગુનો માનવામાં આવતું હતું. પરંતુ બબીતાના પ્રેમમાં ડૂબી રણધીર પોતાના પરિવારની આ પરંપરાની વિરુદ્ધ ગયો. રાજ કપૂર બબીતાને તેની ફિલ્મોની હિરોઇન બનાવવા માટે તૈયાર હતા, પરંતુ ઘરની પુત્રવધૂ નહીં. પિતાનો વિરોધ હોવા છતાં છતાં રણધીર અને બબીતાનો પ્રેમ યથાવત રહ્યો.

    સમય જતાં રણધીર અને બબીતાની ધીરજ જવાબ આપવા લાગી. બબીતાએ ધમકી આપી હતી કે, જો રણધીર તેની સાથે લગ્ન નહીં કરે તો તે તેને છોડી દેશે. રણધીરે ફરી એકવાર પરિવારને સમજાવવાનો પ્રયાસ કર્યો અને આ વખતે તેઓ સફળ રહ્યા. પરંતુ એક શરત મૂકવામાં આવી હતી કે લગ્ન પછી બબીતા ફિલ્મોમાં કામ કરશે નહીં.

    રણધીર અને બબીતાના લગ્ન ધામધૂમથી થયાં હતાં. આ લગ્નમાં ઘણા મોટા સ્ટાર્સ હાજર રહ્યા હતા. જે બાદ રણધીર અને બબીતાના ઘરે કરિશ્મા અને કરીના કપૂરનો જન્મ થયો. એવું કહેવામાં આવે છે કે બબીતા તેની દીકરીઓને અભિનેત્રી બનાવવા માંગતી હતી, પરંતુ રણધીર કપૂર આ માટે તૈયાર નહોતા. ત્યારે બબીતાએ દીકરીઓ માટે પોતાના પતિ રણધીરથી અંતર બનાવ્યું હતું.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1988માં બબીતા રણધીરને તેની બંને પુત્રીઓ સાથે રણધીરને છોડીને જતી રહી હતી. બંને પુત્રીની કારકિર્દી ઘડવા માટે બબીતાને 19 વર્ષ સુધી રણધીરથી દૂર રહેવું પડ્યું. જોકે, 2007માં બંને ફરી મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રણધીરે 'જીત' (1972), 'હમરાહી' (1974), 'જવાની દીવાની' (1972), 'લફંગે' (1975), 'પોંગા પંડિત' (1975), 'ભલા માનુસ' (1976) જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે.
    Published by:Margi Pandya
    First published: