Hanuman Jayanti 2021: હનુમાન જયંતિના દિવસે અપનાવોઆ આ વાસ્તુ ટિપ્સ, ઘરમાં થશે સુખ-શાંતિ

Hanuman Jayanti 2021: હનુમાન જયંતિના દિવસે અપનાવોઆ આ વાસ્તુ ટિપ્સ, ઘરમાં થશે સુખ-શાંતિ
હનુમાન જયંતિ આ વર્ષે 27મી એપ્રિલે ઉજવાશે

અહીં તમને વાસ્તુ શાસ્ત્રની કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ વિશે જણાવીએ કે જેને તમે હનુમાન જયંતીના દિવસે અપનાવીને આ બધી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો.

  • Share this:
હનુમાનજી (Hanuman Jayanti) એવા દેવતા છે જેઓ કળયુગમાં પણ પૃથ્વી પર વિરાજમાન છે. ભગવાન હનુમાનજીની પૂજા કરવાથી ભક્ત દરેક પ્રકારના ડરથી મુક્ત થઇ જાય છે. હનુમાનજીની પૂજા કરવાથી મનમાં આત્મવિશ્વાસ વધે છે. આ વર્ષે હનુમાન જયંતિ 27 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. ભક્તો ખુબ જ શ્રદ્ધાથી આ દિવસની રાહ જુએ છે અને આ દિવસના રોજ ભક્તો રામાયણ, રામચરિત માનસ, સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા, બજરંગ બાણ અને હનુમાન બાહુકનો પાઠ કરે છે. સાથે જ આ દિવસે વાસ્તુના હિસાબે કરેલા ઉપાયોથી હનુમાનજી પ્રસન્ન થાય છે.

વાસ્તુના અનુસાર ઘરની રચના, તેની દિશા, ઘરના નું રાચરચીલું, ફૂલ છોડ જણાવે છે કે ઘર પર કયા ગ્રહનો પ્રભાવ છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ આવું ન કરવા પર લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. અહીં તમને વાસ્તુ શાસ્ત્રની કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ વિશે જણાવીએ કે જેને તમે હનુમાન જયંતીના દિવસે અપનાવીને આ બધી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો.



હનુમાન જયંતિ પર વાસ્તુ ટિપ્સ

- હનુમાન જયંતિ નિમિત્તે પ્લોટ, મકાન કે કાર્યસ્થળના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં હાથમાં પર્વત ધરાવતા ભગવાન હનુમાનનો ધ્વજ લગાવો. દક્ષિણ-પશ્ચિમ ખૂણાનો સ્વામી નૈરુતિ નામનો રાક્ષસ છે અને રાહુ તે ગ્રહનો સ્વામી છે. તેથી, આ રાક્ષસની વૃત્તિને દૂર કરવા માટે હનુમાનજીનો ધ્વજ એકદમ ઉપયોગી સાબિત થાય છે.

- વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘર, દુકાન અને ફેક્ટરીના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં હાથમાં પર્વત હોય તેવા ભગવાન હનુમાનનું એક ચિત્ર લગાવો.

- નવી જમીન ખરીદતી વખતે, ધ્યાનમાં રાખો કે પ્લોટનો દક્ષિણ-પશ્ચિમ કોણ બધા ખૂણાઓ કરતા ઊંચો હોવો જોઈએ.

- દક્ષિણ-પશ્ચિમ ખૂણાના ખુલ્લા ભાગમાં પથ્થરોથી પર્વત જેવી ઇમારત બનાવો, જેથી આ ખૂણો ભારે થાય.

- ઉપયોગી સામગ્રી દક્ષિણ-પશ્ચિમ ખૂણાના આ ખુલ્લા ભાગમાં રાખવી જોઈએ.

- દક્ષિણ-પશ્ચિમ ખૂણાના આ ખુલ્લા ભાગમાં મોટા ઝાડ અને રોપાઓ વાવવા જોઈએ.

- દક્ષિણ-પશ્ચિમ ખૂણાના સુધારણા માટે રાહુ યંત્ર સ્થાપિત કરો.

- જો જમીનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ વધુ ખુલ્લો હોય, તો દિવાલ બનાવવી જોઈએ અને પ્લોટને બે ભાગોમાં વહેંચવો જોઈએ.

ઘરમાં રાખો હનુમાનજીની આવી તસ્વીર

- વસ્તુ અનુસાર ભગવાન શ્રી રામના ચરણોમાં બેઠેલા હનુમાનજીની તસવીર ઘરમાં સ્થાપિત થવી જોઈએ. આનાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે.

- પરિવારના સભ્યોમાં ધાર્મિક ભાવના જળવાઈ રહે, તે માટે શ્રી રામની આરાધના કરતી વખતે અથવા શ્રી રામનું કીર્તન કરતી વખતે હનુમાનજીની તસવીર લગાવવી શુભ છે.

- હનુમાજીની પર્વત ઉઠાવતી તસ્વીર ઘરમાં લગાવવાથી સભ્યોમાં હિંમત અને વિશ્વાસ આવે છે.

- જીવનમાં સફળતા, ઉમંગ અને ઉત્સાહ મેળવવા માટે હવામાં ઉડતા હનુમાનજીની તસવીરથી ઘણો ફાયદો મળે છે. કારકિર્દીમાં આગળ વધવા માટે આ ચિત્રને ઘરે રાખવું શુભ માનવામાં આવે છે.

- ઘરમાં દક્ષિણ દિશામાં લાલ રંગના હનુમાનજીની બેઠક મુદ્રામાં તસ્વીર લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. જેનાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી સૂચના અને માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
Published by:News18 Gujarati
First published:April 26, 2021, 16:35 pm

ટૉપ ન્યૂઝ