હસ્તકલા ઉદ્યોગને પ્રોત્સાહન માટે સિલ્ક ફેબ પ્રદર્શનનું આયોજન

Parthesh Nair | ETV
Updated: August 22, 2015, 12:26 AM IST
હસ્તકલા ઉદ્યોગને પ્રોત્સાહન માટે સિલ્ક ફેબ પ્રદર્શનનું આયોજન
સુરતઃ દેશના હસ્તકલાના ઉદ્યોગથી જોડાયેલા લોકોને પ્રત્યક્ષ રીતે રોજગારી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર, રાજય સરકાર તથા વસ્ર મંત્રાલય દ્વારા સુરત ખાતે સિલ્ક ફેબ પ્રદર્શન યોજવામાં આવ્યું છે

સુરતઃ દેશના હસ્તકલાના ઉદ્યોગથી જોડાયેલા લોકોને પ્રત્યક્ષ રીતે રોજગારી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર, રાજય સરકાર તથા વસ્ર મંત્રાલય દ્વારા સુરત ખાતે સિલ્ક ફેબ પ્રદર્શન યોજવામાં આવ્યું છે

  • ETV
  • Last Updated: August 22, 2015, 12:26 AM IST
  • Share this:
સુરતઃ દેશના હસ્તકલાના ઉદ્યોગથી જોડાયેલા લોકોને પ્રત્યક્ષ રીતે રોજગારી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર, રાજય સરકાર તથા વસ્ર મંત્રાલય દ્વારા સુરત ખાતે સિલ્ક ફેબ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં 14 રાજયોની 95 જેટલી સંસ્થાઓએ ભાગ લીધો છે. પ્રદર્શનમાં ખાસ કરીને પોચમપલ્લી, પૈઠાની, કાંજીવરમ, જમદાની, બલચુરી તથા ઇકકત જેવા વિશિષ્ટ પ્રકારના કાપડ તથા સાડીઓ કે જે વિશ્વમાં લોકોને આકર્ષિત કરવામાં આવતી વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે.

પ્રદર્શનનો મુખ્ય ઉદેશ હસ્તકલાથી જોડાયેલા લોકો, ગ્રાહકોની પસંદગી, રંગ તથા તેમને કયા પ્રકારની વસ્તુઓની માંગ છે, તેને રૂબરૂ જાણી શકાશે. આ ઉપરાંત હસ્તકલાથી જોડાયેલ લોકોની ઓળખ વિશ્વમાં થાય અને હસ્તકલાના ઉદ્યોગને પ્રાધાન્ય મળે તેવા પ્રયાસો થઇ રહ્યાં છે. આ પ્રદર્શન 21 ઓગસ્ટથી 15 દિવસ સુધી ચાલનાર છે. જેનું ઉદ્દઘાટન સુરત શહેરના મ્યુનિસિપલ કમિશનર મિલિન્દ તોરવણેએ કરી સિલ્ક ફેબને શુભેચ્છા પાઠવી હતી.
First published: August 22, 2015, 12:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading