Home /News /gujarat /

હમીરપરા હત્યા મામલો: એક મહિલા સહિત ત્રણને આજીવન કેદની સજા ફટકારાઈ

હમીરપરા હત્યા મામલો: એક મહિલા સહિત ત્રણને આજીવન કેદની સજા ફટકારાઈ

દેવીપૂજક કાબાભાઈ શામજીભાઈની તે જ ગામના ત્રણ વ્યક્તિ દ્વારા ગાળાના ભાગે છરીના ઘા ઝીકી હત્યા કરી હતી

દેવીપૂજક કાબાભાઈ શામજીભાઈની તે જ ગામના ત્રણ વ્યક્તિ દ્વારા ગાળાના ભાગે છરીના ઘા ઝીકી હત્યા કરી હતી

    હમીર પરા ગામમાં ત્રણ વર્ષ પહેલા થયેલી હત્યાના મામલે મહુવા સેશન કોર્ટે એક મહિલા સહિત ત્રણ લોકોને ફટકારી આજી વેન કૈદની સજા.

    પ્રાપ્ત માહિતી અનુસાર, તળાજા રાજપરા (તન સા ) ગામથી દિહોરના રસ્તા ઉપર ગત તા.9 / 3 / 2016ના રોજ હમીરપર ગામના દેવીપૂજક કાબાભાઈ શામજીભાઈની તે જ ગામના ત્રણ વ્યક્તિ દ્વારા ગાળાના ભાગે છરીના ઘા ઝીકી હત્યા કરી હતી. જે અંગેની ફરિયાદ ભોગ બનનારના પત્ની લાસુબેન અલંગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ મુદ્દે ત્રણ વર્ષથી કેસ ચાલી રહ્યો હતો. જે અંગેનો કેસ આજે ચોથા એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં ચાલ્યો, જેમાં આરોપીઓ બે સગગાભાઇ અને બહેન સહીત ત્રણ આરોપીને આજીવન કેદની સજા તથા દરેકને રૂ. 10 હજાર નો દંડ ફટકારવામાં આવ્યો છે.

    ત્રણ વર્ષ પહેલા બનેલા બનાવ અંગે ફરિયાદી લાસુબેને જણાવ્યું હતું કે, હમીરપર ગામના દેવી પૂજક પરબત રૂપાભાઇ, મફા રૂપાભાઇ અને રૂપાભાઇની દીકરી હર્ષાબેને ભેગા થઈ કાબાભાઈ શામજીભાઈ ઉપર છરીના ઘા મારી, ગાલના ભાગે તથા લાકડી વડે મરણતોલ મારમારી મોત નિપજાવ્યું હતું.

    આજે સરકારી વકીલ વી.જી.માંડલિયાની દલીલોને માન્ય રાખી ચોથા એડિશનલ સેશન કોર્ટના જજ જે ટી શાહે ત્રણેય આરોપીઓને હત્યાની કલમ હેઠળ કસૂરવાર ઠેરવી આજીવન કૈદ અને 10-10 હાજરનો દંડ ફટકાર્યો હતો. આ ચુકાદાના પગલે કોર્ટ પરિસરમાં સન્નાટો છવાયો હતો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Life imprisonment, Murder case, People, Sentenced, Three

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन