
રાજકોટઃ રાજકોટમાં કોર્પોરેશન અને શહેર પોલીસ દ્વારા રાજકોટને ક્લીન સીટી અને ટ્રાફિક મુક્ત કરવાના હેતુથી આગામી 24 જાન્યુઆરીએ યોજાનાર હાફ મેરેથોનની તેયારીઓ પૂર્ણ થઇ છે અને હવે આ દોડ ના સ્પર્ધકોને ટીશર્ટ અને ટોપી સાથે કીટ વિતરણ સારું થતા અંદાજે 40હજારથી વધુ સ્પર્ધકોને એસ એમ એસ દ્વારા કીટ લઇ જવાની જાણ કરતા અહીના રેસકોર્સ મેદાનમાં નાના મોટા સો કોઈ દોડવાના ઉમંગ અને તરવરાટ સાથે કીટ લેવા સવાર થી સાંજ ઉમટતા હાફ મેરેથોનનો માહોલ રંગીલા રાજકોટમાં જામ્યો છે.